આ વિસ્તારને ચીન તો પોતાનુ ગણે છે. પણ સાથે જ ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, બ્રુનેઇ અને તાઇવાન પણ પોતાનો ભાગ કહે છે. ફિલિપાઇન્સના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, ચીનની આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લઘંન છે.

સમુદ્રમાં લાંબા સમયથી વિવાદ

દક્ષિણ ચીન સાગરમાં લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યા છે. આ વિવાદે હવે જોખમ વધાર્યુ છે. ફિલિપાઇન્સે ચીનની આ યોજના મામલે વાંધો ઉઠાવ્યો છે. જેના હેઠળ બીજિંગે સ્કારબોરો શોલને 'નેશનલ નેચર રિઝર્વ' જાહેર કરવાની જાહેરાત કરી છે. મનીલાએ આ યોજનાને ગેરકાયદે અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. અને આ પગલાને તુરંત પરત ખેંચવા માટે માગ કરી છે. ચીનના સ્ટેટ કાઉન્સિલે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી છે. અને તેના ક્ષેત્ર અને આકાર અંગે અલગ જાહેરાત કરવાની વાત પણ કરી છે.

આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લઘંન

ફિલિપાઇન્સના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, ચીનની આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લઘંન છે. અને અતિક્રમણ મામલે સીધો પ્રહાર હોવાનું પણ કહ્યુ હતુ. બીજી તરફ બીજિંગ પાસે માગ કરવામાં આવી છે કે, તેઓ પોતાની જાહેરાત પરત ખેંચે. અને અધિકારોનું સન્માન કરે. મનીલાએ સ્પષ્ટ કર્યુ છે કે, સ્કારબોરો શોલ પર ચીનની કોઇપણ કાર્યવાહીને તેઓ 'રેડ લાઇન' માનશે. બીજિંગનું કહેવું છે કે, 'હ્યાંગયાન આઇલેન્ડ નેશનલ નેચર રિઝર્વ' જૈવ વિવિધતા અને પર્યાવરણ સંરક્ષણ માટે જરુરી છે.

જહાજો આવ્યા આમને-સામને

વોશિંગ્ટનમાં ફિલિપાઇન્સના રાજદૂત જોસે રોમુલ્ડેઝે ચીનની આ દલીલને માત્ર 'બહાનું' ગણાવ્યુ છે. ચીનની 10-ડેશ લાઇનને સત્ય સાબિત કરવાની સ્પર્ધા ચાલી રહી છે. સ્કોરબોરો શોલ પર હમેંશા ચીન અને ફિલિપાઇન્સના જહાજો આમને-સામને આવતા રહે છે. થોડા સમય પહેલા ચીની સૈનિક જહાજ ભૂલથી ચીનના કોસ્ટ ગાર્ડ સાથે અથડાયુ હતુ. અમેરિકાનો આ ક્ષેત્ર પર કોઇ દાવો નથી. તેઓએ સ્પષ્ટપણે ચેતાવણી આપી છે કે, જો દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સની સેનાઓ, જહાજો અથવા વિમાનો દ્વારા હુમલાઓ કરવામાં આવશે. તો તે સુરક્ષા કરાર હેઠળ મનીલાનો સાથે આપશે. 

  • Follow us on: