ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ચીનની મુલાકાતે છે. રાજનાથ સિંહ ચીનના બંદર શહેર કિંગદાઓમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભાગ લીધો હતો. SCOની બેઠકમાં સંરક્ષણ પ્રધાને આતંકવાદ અને ભારતના ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં દુનિયાના દેશોએ 'વસુધૈવ કુટુમ્બકમ' ની તર્જ પર કામ કરી સહયોગ વધારવા પર ભાર મૂકયો હતો. આ બેઠકમાં રાજનાથ સિંહે પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું કે કેટલાક દેશો આતંકવાદનો ઉપયોગ પોતાના હિતો સાધવા કરે છે.
SCOની બેઠકમાં રાજનાથસિંહના પાકિસ્તાન પર પ્રહાર
ચીનના કિંગદાઓમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક યોજાઈ. જેમાં ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશો પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારતનું પ્રતનિધિત્વ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરી રહ્યા છે. પ્રથમ વખત ભારતના સંરક્ષણ કેન્દ્રીય મંત્રી સત્તાવાર રીતે ચીનની મુલાકાતે છે. SCOની બેઠકમાં રાજનાથસિંહે આતંકવાદ, શાંતિ અને સુરક્ષા સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી.
આતંકવાદ સામે ભારત કાર્યવાહી કરશે
વધુમાં તેમણે કહ્યું કે જે લોકો આતંકવાદનો પોતાના હિતો પાર પાડવા એક સાધન તરીકે ઉપયોગ કરે છે તેમણે તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. ભારત આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે છે. આતંકવાદને પોષનારા અને તેનો ઉપયોગ કરનારા લોકો ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી ચાલુ રાખશે તો વધુ ગંભીર પરિણામ ભોગવવા પડશે. કેટલાક દેશો સરહદ પારના આતંકવાદનો ઉપયોગ નીતિના સાધન તરીકે કરે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે. આવા બેવડા ધોરણો ભારત ચલાવી નહી લે. અમે આતંકવાદ સામે ઓપરેશન સિંદૂરની જેમ જ કાર્યવાહી કરતા રહીશું. નિર્દોષોનું લોહી વહેવડાવનારાઓને અમે બક્ષીશું નહીં.
કોઈપણ દેશ સ્વતંત્ર કામ કરી શકતો નથી
રાજનાથ સિંહે કહ્યું, "કોઈ પણ દેશ, ભલે ગમે તેટલો મોટો અને શક્તિશાળી કેમ ના હોય, સ્વતંત્ર રીતે કામગીરી કરી શકતો નથી. વૈશ્વિક વ્યવસ્થા આજે એક કુટુંબ સમાન છે. કોઈપણ દેશમાં જેમ તેમના રાજ્યો સંકલન સાધી વિકાસ કરે છે તેમ રાષ્ટ્રોએ પણ તેમના પરસ્પર અને સામૂહિક લાભ માટે એકબીજા સાથે મળીને કામ કરવું જોઈએ. આ આપણી પ્રાચીન સંસ્કૃત કહેવત 'સર્વે જન સુખિનો ભવન્તુ' ને પણ પ્રતિબિંબિત કરે છે, જેનો અર્થ બધા માટે શાંતિ અને સમૃદ્ધિ થાય છે."