એલોન મસ્ક હવે ડિજિટલ પેમેન્ટની દુનિયામાં મોટો બદલાવ લાવી રહ્યા છે. તેમની નવી એપ્સ પેમેન્ટને સરળ બનાવશે. અને સાથે જ અન્ય એપ્સની જરુરીયાતોને પણ ખત્મ કરશે. એલોન મસ્ક Starlink દ્વારા ગ્લોબલ લેવલ પર નવી ઉંચાઇ સર કરવાના છે. તો સાથે જ આગામી ફોકસ ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ ટેક્નોલોજીની દુનિયામાં પ્રવેશ કરવાનો છે.


મસ્કનું X પ્લેટ ફોર્મ બનશે સુપર એપ્સ ?

જ્યારથી એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી તેમણે તેને ફક્ત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રહેવા દીધું નથી. હવે તેનું નામ X છે. અને ટૂંક સમયમાં તે એક સુપર એપ બનવા જઈ રહ્યું છે. જેમાં તમે ફક્ત પોસ્ટ શેર જ નહીં કરો પણ શોપિંગથી લઈને બેંકિંગ, રોકાણ અને ચુકવણી સુધી બધું જ કરી શકશો.

X નું શું આયોજન છે?

Xના CEO લિન્ડા યાકારિનોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં X પિઝા માટે ચૂકવણી કરવાથી લઈને સ્ટોક ટ્રેડિંગ, રોકાણ અને દૈનિક ખરીદી સુધી બધું જ કરી શકશે. કંપની ટૂંક સમયમાં તેનું ડિજિટલ વોલેટ એટલે કે X Money લોન્ચ કરવાની યોજના ધરાવે છે. જેના દ્વારા લોકો માલ ખરીદવા, પૈસા મોકલવા અને ચુકવણી કરવા જેવા કામ કરી શકશે. આ સાથે, કંપની X ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લાવવાની પણ તૈયારી કરી રહી છે. Xની ડિજિટલ પેમેન્ટ સેવા અને X મની પહેલા અમેરિકામાં શરૂ કરવામાં આવશે. અને પછી તે અન્ય દેશોમાં શરૂ કરવામાં આવશે. ભારત માટે હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ભારત એક મોટું ડિજિટલ બજાર છે. તેથી મસ્ક તેને અવગણશે નહીં.

  • Follow us on: