ઈરાન ઈઝરાયલની વચ્ચે ચાલી રહેલા મિસાઈલ યુદ્ધની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ત્યાં અમેરિકા બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુધ્ધને રોકવાનો પુરો પ્રયત્ન કરી રહી છે. આ તમામની વચ્ચે ઈરાન ઈઝરાયલના યુદ્ધમાં એલન મસ્કની એન્ટ્રી થઈ છે. એલન મસ્કે મોટી જાહેરાત કરી છે. તેમણે ઘોષણા કરી છે કે ઈરાનીઓને સ્ટારલિંક ઈન્ટરનેટની સર્વિસ મળશે. આ દરમિયાન ઈરાનમાં ઈન્ટરનેટ બેનના જવાબમાં એલન મસ્કે કહ્યું કે ઈન્ટરનેટના કારણે લોકોનો અવાજ રોકી શકાશે નહીં.
પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ દુનિયાની સામે કહ્યું છે કે આ ફક્ત ઈઝરાયલની સુરક્ષા માટે નથી પરંતું ઈરાનની જનતાની આઝાદી માટે પણ છે. તેમણે ઈરાનની જનતાને અપીલ કરી હતી કે તેઓ ઈસ્લામિક સાશન વિરુદ્ધ અવાજ ઉઠાવે. ઈરાને એવી ચેતવણી આપી છે કે જો કોઈ દેશ ઈઝરાયલની મદદ કરશે તો તેને પણ નિશાન બનાવવામાં આવશે. આ ધમકી અમેરિકાને આપી હોય એવું માનવામાં આવી રહ્યું છે.













