એક તરફ સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા હુથી વિદ્રોહીઓ પર હથિયારો અને શસ્ત્રોની લેવડદેવડ પર કડક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે અને ચીન આ નિયમોનું પાલન કરવાનો દાવો કરે છે, પરંતુ તાજેતરના એક ચોંકાવનારા અહેવાલે મોટો પર્દાફાશ કર્યો છે. આ રિપોર્ટ મુજબ, યમનના ઈરાન-સમર્થિત હુથી વિદ્રોહીઓ ચીન પાસેથી મિસાઈલના ભાગો (પૂર્વાંગો) મેળવીને પોતાની જાતે જ અત્યાધુનિક મધ્યમ-દૂરની બેલિસ્ટિક મિસાઈલો તૈયાર કરી રહ્યા છે. આ ઘટના સાઉદી અરેબિયા અને મધ્ય પૂર્વના અન્ય દેશો માટે ચિંતાજનક વિષય બની ગઈ છે.
ચીની સપ્લાયર્સ પાસેથી હુતી લઇ રહ્યા છે પાટ્સ
પ્રતિષ્ઠિત અખબાર ના અહેવાલ અને 'કોન્ફ્લિક્ટ આર્મામેન્ટ રિસર્ચ' (CAR) ના ડેટા અનુસાર, હુતીઓ એવા ચીની સપ્લાયર્સ પાસેથી મિસાઈલના પાર્ટ્સ મંગાવી રહ્યા છે જે ઈરાનના સૌથી શક્તિશાળી હથિયારોમાંના એક 'ખેબર શેકન' જેવા શસ્ત્રોનું નિર્માણ કરે છે. જો હુથી વિદ્રોહીઓ આ મિસાઈલો બનાવવામાં સફળ થાય છે, તો તેની રેન્જ આશરે 1,200 માઈલ સુધીની હોઈ શકે છે, જેના કારણે આખો સાઉદી અરેબિયા અને ઇઝરાયલ જેવા દેશો સીધા તેમની મિસાઈલ રેન્જની ઝપેટમાં આવી જશે.
ચીનની કંપની દ્વારા કરાયું સપ્લાય
'કોન્ફ્લિક્ટ આર્મામેન્ટ રિસર્ચ' સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં શસ્ત્રોના સપ્લાય ચેઈન અને તેના ઉપયોગ પર નજર રાખનારું અગ્રણી જૂથ છે. આ જૂથના વરિષ્ઠ વિશ્લેષક ફેબિયન હિંજે જણાવ્યું હતું કે હુતીઓના હથિયારોની સપ્લાય લાઇન એટલી જટિલ અને ગુપ્ત છે કે તેના ઉત્પાદનની વાસ્તવિક કિંમત અને સ્ત્રોત શોધવા મુશ્કેલ છે. જો કે, શિપિંગ દસ્તાવેજો અને યુએન પેનલના ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ચીનની પ્રિસિજન-મેટલ બનાવતી કંપનીઓ દ્વારા આ સામગ્રી સપ્લાય કરવામાં આવી રહી છે.
પ્રતિબંધ હોવા છતા મોકલાઇ રહ્યા છે પાટ્સ
સંયુક્ત રાષ્ટ્રની શસ્ત્ર પ્રતિબંધ પેનલના પૂર્વ નિષ્ણાત ટિમ થોમ્પસના મત પ્રમાણે આ દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે હુતી વિદ્રોહીઓ છેલ્લા ઓછામાં ઓછા બે વર્ષથી ચીન પાસેથી સોલિડ-ફ્યુઅલ બેલિસ્ટિક મિસાઈલોના ભાગો નિયમિતપણે મંગાવી રહ્યા છે. આ રિપોર્ટ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં, હુતીઓને ગુપ્ત રીતે ટેક્નોલોજી અને મિસાઈલ કમ્પોનન્ટ્સ મળી રહ્યા છે, જે મધ્ય પૂર્વમાં યુદ્ધના જોખમને વધુ ભયાનક બનાવી શકે છે.
આ પણ વાંચોઃ India માં ₹1.47 લાખ કરોડનું રોકાણ, PM મોદી સાથે મુલાકાત બાદ Hyundai ની મોટી જાહેરાત