તાઇવાન મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના ડેપ્યુટી ડિરેક્ટર ડેવિડ હુના જણાવ્યા અનુસાર, ચીન જાસૂસી માટે રાજ્ય સુરક્ષા મંત્રાલયનો ઉપયોગ કરે છે.
લશ્કરી ઠેકાણામાંથી ફાઇલની થઇ ચોરી
લગભગ એક વર્ષ સુધી, ચેન બે તાઇવાન લશ્કરી થાણાઓના કમ્પ્યુટર સિસ્ટમમાંથી ટોપ-સિક્રેટ ફાઇલો ડાઉનલોડ અને પ્રિન્ટ કરતો રહ્યો. તેણે આ દસ્તાવેજોના ફોટા લીધા અને તેને ઓનલાઈન મેસેજિંગ એપ્સ દ્વારા તેના બિઝનેસ મેનેજરને મોકલ્યા. તેને આ કામ માટે 170,000 નવા તાઇવાન ડોલર મળ્યા. ચેનની 2023 ની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તાઇવાનના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ તેને બે વર્ષ અને બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
100થી વધુ કેસ આવ્યા સામે
ચેન યિમિનનો કેસ એક અલગ ઉદાહરણ નથી. તાજેતરના વર્ષોમાં, 100 થી વધુ ભૂતપૂર્વ તાઇવાન સૈનિકો, વર્તમાન લશ્કરી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ પર ચીન માટે જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તાઇવાન સરકારે સ્વીકાર્યું છે કે આમાંના કેટલાક વ્યક્તિઓ પાસે ગુપ્ત સંરક્ષણ યોજનાઓની ઍક્સેસ હતી જે હવે ચીનના હાથમાં આવી શકે છે. ઘણા આરોપીઓ જેલમાં છે.
કેવી રીતે કાર્ય કરે છે ચીનનું નેટવર્ક ?
ચીન સામાન્ય રીતે પહેલા રૂબરૂ મુલાકાતો દ્વારા વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરે છે. ચીની નાગરિકોને તાઇવાનની મુલાકાત લેવાથી સખત પ્રતિબંધિત હોવાથી, એજન્ટો ઘણીવાર તાઇવાનના નાગરિકો ચીનની મુસાફરી કરે તેની રાહ જુએ છે. પછી ભલે તે વ્યવસાય માટે હોય કે પરિવારને મળવા માટે. વધુમાં, ડેટિંગ એપ્સ, ફેસબુક અને લિંક્ડઇન જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વ્યક્તિઓને લલચાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ બજારથી યુનિવર્સિટી સુધી ફેલાયો રોષ, આર્થિક માંગણીઓ સાથે હવે સત્તા પરિવર્તન માટે આંદોલન થયા તેજ
