કેનેડામાં લૂંટના ઇરાદે છરીથી હુમલો કરી વિદ્યાર્થિનીની હત્યા કરાઇ છે. આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરાઇ છે.
પોલીસ કાર્યવાહી શરુ
ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની વિધિ કલ્પેશકુમાર મેઘાની લૂંટના ઇરાદે કેનેડામાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે. વિધિ મેઘા ચાર વર્ષ પહેલાં નાયગ્રા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે કેનેડા ગઈ હતી.
બોરસદની યુવતીની હત્યા
નાયગ્રા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, તે વર્ક પરમિટની તૈયારી પણ કરી રહી હતી. 15 મેના રોજ, 22 વર્ષીય વિધિ તેના ઘરેથી નીકળી રહી હતી. ત્યારબાદની ઘટનામાં, એક વ્યક્તિએ છોકરીને લૂંટવાના ઈરાદે તેના પર તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હતો. યુવતી લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. આ ઘટના જાહેર સ્થળે બની હતી.
આરોપીની ધરપકડ
સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક યુવતીને હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં, કેનેડિયન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ Israelની Gazaમાં સૌથી મોટી એરસ્ટ્રાઇક, બકરીઇદ પહેલા જ હમાસના નવા મિલિટરી ચીફને કર્યો ઠાર
