સાઉદી અરેબિયામાં મોતની સજામાં વધારો થતો જોવા મળ્યો છે. આ ક્રમમાં ઇરાન પણ પાછળ રહી ગયુ છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા પ્રમાણે વર્ષ 2014થી 2025ની વચ્ચે સાઉદી અરેબિયાએ 1816 લોકોને ફાંસીની સજા આપી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિક સામેલ હતા. ઇરાન પર ઇઝરાઇલના હુમલા બાદ ઇઝરાઇલ માટે જાસૂસી કરનાર લોકોને ઇરાન ફાંસીની સજા આપી રહ્યુ છે. ઇરાન પર આરોપ છે કે, ત્યાં સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારને ફાંસીની સજા આપવામાં આવે છે.
વિદેશી નાગરિકોને સૌથી વધુ ફાંસીની સજા













