બાંગ્લાદેશનું રાજકારણ ફરીવાર ગરમાયું છે. ભૂતપૂર્વ પીએમ શેખ હસીના ભ્રષ્ટાચારના છ કેસોમાં કોર્ટના નિશાના પર આવ્યા છે. ઢાકાની બે વિવિધ કોર્ટે શેખ હસીના અને તેમની સાથે સંકળાયેલા 99 લોકો પર આરોપો ઘડ્યા છે. હવે કોર્ટના આ નવા પગલાં તેમના રાજકીય ભવિષ્ય અને પ્રતિષ્ઠા બંનેને વધુ આંચકા આપવાના છે. ઢાકાની ખાસ અદાલતોએ તેમના પરિવારના 99 સભ્યો પર પણ આરોપ મૂક્યા છે. શેખ હસીના હાલ ભારતમાં નિર્વાસિત છે.


શેખ હસીના પર કયા આરોપો

આ કેસ ઢાકામાં એક સરકારી આવાસ યોજના સાથે સંબંધિત છે. જ્યાં એવો આરોપ છે કે સરકારી જમીનો અયોગ્ય રીતે ફાળવવામાં આવી હતી. આમાંથી ઘણા પ્લોટ શેખ હસીના, તેમના પુત્ર-પુત્રી, બહેન અને નજીકના સંબંધીઓ દ્વારા કબજામાં હોવાનું કહેવાય છે. કોર્ટના મતે, આ ફાળવણી નિયમોનો ભંગ કરીને કરવામાં આવી હતી અને તેનાથી સરકારી તિજોરીને ભારે નુકસાન થયું હતું.

કેસમાં કોણ-કોણ આરોપીઓ ?

છ કેસોમાં કુલ 99 લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા છે. તેમાંના મુખ્ય નામો છે. શેખ હસીના, સજીબ વાઝેદ જોય જે શેખ હસીનાના પુત્ર છે. પુત્રી સૈમા વાઝેદ. શેખ રેહાના જે શેખ હસીનાની બહેન છે. ઢાકાની ખાસ અદાલતો એટલે કે કોર્ટ નંબર 4 અને કોર્ટ નંબર 5 એ આ કેસોમાં વ્યક્તિગત અને સામૂહિક રીતે આરોપો ઘડ્યા છે. કોર્ટે સાક્ષીઓના નિવેદનો નોંધવા માટે 13 ઓગસ્ટ, 2025ની તારીખ નક્કી કરી છે. ઉપરાંત, ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા છે.

શેખ હસીનાની ભારતમાં શરણાગતિ

વર્ષ 2024માં વિદ્યાર્થીઓ અને મહિલાઓના નેતૃત્વમાં ઐતિહાસિક જન આંદોલન બાદ શેખ હસીનાને વડા પ્રધાન પદ છોડવું પડ્યું. આ પછી તરત જ, તે ભારત આવી ગઈ અને ત્યારથી દિલ્હીમાં એક અજાણી જગ્યાએ રહે છે. બાંગ્લાદેશમાં તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં 152 કેસ નોંધાયા છે. જેમાં હત્યા, માનવાધિકાર ઉલ્લંઘન અને હવે આ જમીન કૌભાંડનો સમાવેશ થાય છે.

  • Follow us on: