મોતને ભેટેલા બાળકોમાં સાત તેના પોતાના બાળકો અને એક ભત્રીજો હતો.

ગંભીર ઘટના કારણે ચકચાર

અમેરિકાના લ્યુઇસિયાનાના શ્રેવપોર્ટમાં દુ:ખદ ઘટના બની છે. એક વ્યક્તિએ આઠ બાળકોની ગોળી મારીને હત્યા કરી. આ બાળકો 1 થી 14 વર્ષની વયના હતા. આમાંથી સાત બાળકો તેના પોતાના બાળકો હતા. તે આઠમાનો કાકાનો પુત્ર હતો. આ ઘટનાને તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર અને ખતરનાક ગોળીબારમાંની એક માનવામાં આવી રહી છે. આઠ બાળકોમાં પાંચ છોકરીઓ અને ત્રણ છોકરાઓનો સમાવેશ થાય છે. જ્યારે તેણે ગોળીબાર કર્યો ત્યારે તેઓ સૂતા હતા.

વિવિધ ઘરોમાં કરાયા હુમલા

પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ હુમલો થયો હતો. શંકાસ્પદ વ્યક્તિનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. જે બાદ ગોળીબારી કરાઇ હતી. આ ઘટના બે અલગ-અલગ ઘરોમાં બની હતી. તેણે પહેલા એક ઘરમાં ગોળીબાર કર્યો અને પછી બીજા ઘરમાં ગયો અને બાળકો પર હુમલો કર્યો હતો. બીજા ઘરમાં સાત બાળકો માર્યા ગયા હતા. એક બાળક ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે ઘરની છત પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. તો બીજો બાળક પોતાનો જીવ બચાવવા છત પરથી કૂદી ગયો અને હોસ્પિટલમાં દાખલ છે.

પોલીસે હુમલાખોરને મારી નાખ્યો

શંકાસ્પદ વ્યક્તિની ઓળખ 31 વર્ષીય શમર એલ્કિન્સ તરીકે થઈ છે. જે નિવૃત્ત આર્મી સૈનિક હતો. ઘટના પછી, તેણે એક કાર ચોરી કરી અને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેનો પીછો કર્યો. તે બોઝિયર પેરિશ વિસ્તારમાં પહોંચ્યો, જ્યાં પોલીસે તેના પર ગોળીબાર કર્યો, જેમાં તેનું મોત થયુ હતો. આ કેસ ઘરેલુ હિંસાનો માનવામાં આવી રહ્યો છે. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, એલ્કિન્સ અને તેની પત્ની અલગ થવાના હતા અને તે અંગે દલીલ કરી રહ્યા હતા. પાડોશીએ જણાવ્યું કે, તે માણસ ઘણીવાર બાળકો સાથે જોવા મળતો હતો અને થોડા દિવસો પહેલા પણ તેમની સાથે હતો. પોલીસે જણાવ્યું કે એલ્કિન્સની અગાઉ 2019 માં હથિયારો સંબંધિત ગુના માટે ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ઘરેલુ હિંસાનો કોઈ અગાઉનો રેકોર્ડ મળ્યો નથી.

આ પણ વાંચોઃ Hormuz Straitની નજીકના દેશો ઈરાનની જેમ તેલ માર્ગ પર કેમ નથી મેળવતા નિયંત્રણ?, જાણો

  • Follow us on: