યુએસમાં જેની પરમાણુ સુવિધાઓ સુરક્ષિત છે. અને ત્યાં વૈજ્ઞાનિકો ગાયબ થવા એ મોટો પ્રશ્ન ઉભો કરે છે.

તપાસ સમિતિની કરાઇ રચના

અમેરિકાના પરમાણુ વૈજ્ઞાનિકોની સુરક્ષા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં, પરમાણુ અને અવકાશ કાર્યક્રમો સાથે સંકળાયેલા પાંચ વૈજ્ઞાનિકો શંકાસ્પદ સંજોગોમાં ગાયબ થયા છે અને પાંચના મૃત્યુ થયા છે. આ આંકડાઓએ યુએસમાં ખળભળાટ મચાવ્યો છે અને એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ દસ વૈજ્ઞાનિકો નાસા, લોસ એલામોસ અને MIT સહિત અમેરિકામાં સૌથી સુરક્ષિત ગણાતી પ્રયોગશાળાઓમાં કામ કરતા હતા.

પરમાણુ વૈજ્ઞાનિકો ગાયબ

યુએસ એરફોર્સના નિવૃત્ત જનરલ વિલિયમ નીલ મેકકાસલેન્ડ પરમાણુ ભંડોળ સંબંધિત પ્રોજેક્ટ્સમાં સામેલ હતા. તેઓ આ વર્ષે 27 ફેબ્રુઆરીએ ઘરેથી ગાયબ થઈ ગયા. નાસાના રોકેટ વૈજ્ઞાનિક મોનિકા રેઝા અને પરમાણુ શસ્ત્રોના ઘટક ઉત્પાદક સ્ટીવન ગાર્સિયા પણ અચાનક તેમના ઘરેથી ગાયબ થઈ ગયા. ગાર્સિયાએ પોતાનો ફોન અને પર્સ ઘરે છોડી દીધો. તેવી જ રીતે, લોસ એલામોસ લેબના મેલિસા કાસિયાસ પણ ગાયબ થઈ ગયા, અને તેમનો ફોન ફેક્ટરી રીસેટ મોડમાં મળી આવ્યો હતો.

અમેરિકન મીડિયામાં ચર્ચા

એન્થોની ચાવેઝ પણ મે 2025 થી ગુમ છે. વધુમાં, નાસાના ખગોળ ભૌતિકશાસ્ત્રી કાર્લ ગ્રિલમેયરની તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. ન્યુક્લિયર ફ્યુઝન વૈજ્ઞાનિક નુનો લૌરેરોની પણ હત્યા કરવામાં આવી હતી. તેમના પર અજાણ્યા હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાએ અમેરિકન મીડિયામાં વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું.

કોણ લઈ રહ્યું છે બદલો ?

વિલિયમ નીલ મેકકાસલેન્ડ પરમાણુ ભંડોળ પ્રોજેક્ટમાં સામેલ હતો. તે 27 ફેબ્રુઆરીએ ઘરેથી ગાયબ થઈ ગયો. યુએસ પોલીસને નીલના ઠેકાણા વિશે કોઈ માહિતી નથી. નાસાના રોકેટ વૈજ્ઞાનિક મોનિકા રેઝા ઘરેથી ગાયબ થઈ ગયા હતા. તેમને છેલ્લે જૂન 2025 માં જાહેરમાં જોવા મળ્યા હતા. મોનિકા ક્યાં છે તે જાણી શકાયું નથી. પરમાણુ શસ્ત્રો બનાવતા સ્ટીવન ગાર્સિયા અચાનક ઘરેથી ગાયબ થઈ ગયા. તેમણે પોતાનો ફોન અને પાકીટ પાછળ છોડી દીધા. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને પણ તેમના વિશે કોઈ માહિતી નથી.

આ પણ વાંચોઃ Kangana Ranautએ Chirag Paswan સાથેના સંબંધ અંગે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ બોલીવુડ ક્વીને?

  • Follow us on: