મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, સવારે 6:37 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી.

પોલીસ તપાસ શરુ

વ્હાઇટ હાઉસ નજીક એક વાન સુરક્ષા બેરિકેડ તોડીને ભાગી હતી. ડ્રાઇવરની ધરપકડ કરીને આગામી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સવારે 6:37 વાગ્યે ઘટનાની જાણ કરી હતી. પોલીસ અને ગુપ્ત સેવાના એજન્ટો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ નિવાસસ્થાન નજીક એક વાન સુરક્ષા બેરિકેડ તોડીને ભાગી ગઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુએસ ગુપ્ત સેવાના એજન્ટો સાથે સંકલનમાં કાર્યવાહી કરી હતી. ડ્રાઇવરને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો.

ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હતા હાજર

પોલીસે વધુમાં કહ્યુ હતુ કે, હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. ઘટના સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હાજર હતા. બુધવારે મોડેથી તેઓ ઓહિયો અને કેન્ટુકી જવાના હતા. આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી. નજીકના ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વાન કનેક્ટિકટ એવન્યુ અને એચ સ્ટ્રીટ નોર્થવેસ્ટ ખાતે સુરક્ષા બેરિકેડ તોડીને ભાગી ગઈ હતી. આ ઘટના લાફાયેટ પાર્કના ઉત્તરપશ્ચિમ ખૂણા પર એક્ઝિક્યુટિવ મેન્શનની ઉત્તરે બની હતી.

વિસ્તારમાં અવરજવર કરાઇ બંધ

પોલીસ અને ગુપ્ત સેવાના વાહનોએ આ વિસ્તાર તરફ જતા રસ્તાઓ બંધ કરી દીધા છે. ઈરાન સામે ચાલી રહેલા યુએસ-ઇઝરાયલ યુદ્ધને ધ્યાનમાં રાખીને દેશભરના સંવેદનશીલ સ્થળોએ અને વિશ્વભરના યુએસ ચેકપોઇન્ટ્સ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ બ્રેઇન સ્ટ્રોકનો ખતરો, તબીબોએ જણાવ્યા મુખ્ય ત્રણ કારણ