તપાસ એજન્સીનો આરોપ છે કે હરમનવીર આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ ગેંગ સાથે જોડાયેલો છે.
તપાસ એજન્સીનો શુ છે આરોપ ?
ગયા મહિને, કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ફેડરલ કોર્ટે હરમનવીર સિંહ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેના પર ડ્રગ્સની દાણચોરીનું કાવતરું, માદક દ્રવ્યોની નિકાસનું કાવતરું અને વેચવાના ઇરાદાથી ડ્રગ્સ રાખવા સહિતના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. FBI અનુસાર, હરમનવીર સિંહ પર કોકેન અને મેથામ્ફેટામાઇન જેવા ખતરનાક ડ્રગ્સની દાણચોરી, સપ્લાય કરવાનું કાવતરું અને અન્ય દેશોમાં પરિવહન કરવાનો આરોપ છે. તપાસ એજન્સી જણાવે છે કે આ ગેંગ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગમાં સામેલ છે.
હરમનવીર સિંહ કેમ આવ્યો ચર્ચામાં ?
યુએસ ફેડરલ એજન્સી એફબીઆઈ અનુસાર, હરમનવીર કથિત રીતે 'રવિંદર ઢાંડા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપ' સાથે સંકળાયેલો છે. જે કેનેડાના વાનકુવરથી કાર્યરત છે. આ ગેંગ પર યુએસ, કેનેડા અને મેક્સિકોમાં કાર્યરત ડ્રગ ટ્રાફિકર્સને મોટી માત્રામાં કોકેન અને મેથામ્ફેટામાઇન સપ્લાય કરવાનો આરોપ છે. તપાસ દરમિયાન એકત્ર થયેલા પુરાવાના આધારે, કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ માટેની યુએસ ફેડરલ કોર્ટે 23 જૂને હરમનવીર સિંહ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેના પર ડ્રગ્સની હેરાફેરીનું કાવતરું, માદક દ્રવ્યોની નિકાસનું કાવતરું અને વેચવાના ઇરાદાથી ડ્રગ્સ રાખવા સહિતના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.
એફબીઆઈ જાહેર મદદ માટે અપીલ
એફબીઆઈનો દાવો છે કે હરમનવીર હરિ ગૌતમ અને હરમન સંધુ સહિત વિવિધ ઉપનામો હેઠળ પણ કામ કરતો હતો. એજન્સીના રેકોર્ડ મુજબ, તેની જન્મ તારીખ 26 સપ્ટેમ્બર, 1994 છે. તે ભારતીય નાગરિક છે. આશરે 5 ફૂટ 7 ઇંચ ઊંચો છે અને તેનું વજન આશરે 190 પાઉન્ડ છે. તેના વાળ કાળા અને આંખો કાળી છે. FBI એ જનતાને અપીલ કરી છે કે, હરમનવીર સિંહ વિશે કોઈપણ માહિતી ધરાવનાર વ્યક્તિએ તાત્કાલિક એજન્સીના નજીકના કાર્યાલય, યુએસ એમ્બેસી અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કરવો જોઈએ. આ માહિતી ઓનલાઈન અથવા ગુપ્ત રીતે આપી શકાય છે.
આ પણ વાંચોઃ 6.4 કિલો વજન અને એકસાથે ગટગટાવે છે 2 બોટલ દૂધ, નવજાત બાળક કેમ છે ચર્ચામાં?, જાણો
