અમેરિકામાં ગન કલ્ચરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દોસ્તની સરાજાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી. આ ઘટનાથી સમગ્ર અમેરિકામાં હડકંપ મચ્યો છે. ગન કલ્ચરના આતંકમાં ભારતીયો પણ ભોગ બની રહ્યા છે. હાલમાં અમેરિકામાં રહેતા એક ભારતીય મૂળના નાગરિકની જાહેરમાં હત્યા કરવામાં આવી. આ શખ્સ મૂળ દક્ષિણ ભારતનો વતની છે. અને અમેરિકાના ડલાસમાં મોટેલ ધરાવે છે. ડલાસમાં કેટલાક તોફાની તત્વો સાથેની બબાલમાં દક્ષિણ ભારતના આ યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી.


ડલાસની મોટેલમાં યુવાનની ઘાતકી હત્યા

અમેરિકાના ડલાસમાં એક મોટેલમાં એક ભયાનક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક ભારતીય વ્યક્તિનું માથું કુહાડી વડે ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બુધવારે એક મોટેલમાં બની હતી. મૃતક 50 વર્ષીય ચંદ્ર નાગા મકલ્લૈયા હતા, જેઓ મૂળ દક્ષિણ ભારતના હતા અને બારડોલીના ખોજ ગામના એક NRI પાસેથી આ મોટેલ લીઝ પર લઈને ચલાવતા હતા. ​​મોટેલમાં રહેતા 37 વર્ષીય ઈમિગ્રન્ટ યોર્દાનીસ કોબોસ-માર્ટિનેઝ અને ચંદ્ર નાગા મકલ્લૈયા વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પોલીસે આરોપીની કરી ધરપકડ

આ ઝઘડા દરમિયાન કોબોસ-માર્ટિનેઝ ગુસ્સે ભરાયો અને તેણે એક કુહાડી કાઢીને નાગા મકલ્લૈયા પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે તે તેને સતત મારતો રહ્યો, જ્યાં સુધી તેમનું માથું ધડથી અલગ ન થઈ ગયું. ​ઘટના બાદ તરત જ ડલાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી કોબોસ-માર્ટિનેઝને લોહીથી લથપથ હાલતમાં અને કુહાડી સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર કેપિટલ મર્ડર (ગંભીર ગુના માટે હત્યા)નો આરોપ મૂકવામાં આવ્યો છે.

  • Follow us on: