ગેરિલા યુક્તિઓ, મોટી અનામત દળ અને અમેરિકાની નજીકનું સ્થાન તેને ખતરનાક બનાવે છે.

300થી વધુ લશ્કરી ડ્રોન ખરીદાયા

યુએસ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ક્યુબાએ રશિયા અને ઈરાન પાસેથી 300થી વધુ લશ્કરી ડ્રોન ખરીદ્યા છે. અમેરિકાને ડર છે કે આ ડ્રોનનો ઉપયોગ તેના લશ્કરી થાણાઓ સામે થઈ શકે છે. અમેરિકાએ ક્યુબાની ગુપ્તચર એજન્સી અને તેના ટોચના નેતાઓ પર પ્રતિબંધો લાદ્યા છે. ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે ચેતવણી આપી છે કે, અમેરિકાના હુમલાથી મોટા પાયે રક્તપાત થઈ શકે છે.

ક્યુબાની નીતિઓ છે સખ્ત

ક્યુબા આજે લશ્કરી રીતે એટલું મજબૂત નહીં હોય જેટલું પહેલા હતું. પરંતુ અમેરિકા માટે તેની સામે યુદ્ધ લડવું સરળ નહીં હોય. ક્યુબાની સૈન્ય એવી રણનીતિ અપનાવે છે જે જૂના શસ્ત્રો, કામચલાઉ ટેકનોલોજી અને મોટી અનામત દળ પર આધાર રાખે છે. જે કોઈપણ હુમલાને લાંબા અને ખર્ચાળ યુદ્ધમાં ફેરવી શકે છે. નિષ્ણાતો માને છે કે, જો અમેરિકા અને ક્યુબા વચ્ચે ક્યારેય સીધો સંઘર્ષ શરૂ થાય છે તો ક્યુબા, ઈરાનની જેમ, અમેરિકાને લાંબા યુદ્ધમાં ફસાવી શકે છે.

'બધા લોકોનું યુદ્ધ' રણનીતિ

ક્યુબાની સૌથી મોટી તાકાત તેની યુદ્ધ નીતિ છે. આનો અર્થ એ છે કે જો દેશ પર હુમલો કરવામાં આવે છે, તો માત્ર સેના જ નહીં પરંતુ નાગરિકો, લશ્કરી દળો અને અર્ધલશ્કરી દળો પણ લડાઈમાં જોડાશે. ક્યુબામાં આશરે 50 હજાર સૈનિકો, 39 હજાર અનામત સૈનિકો અને આશરે 90 હજાર અર્ધલશ્કરી સભ્યો છે. જરૂર પડ્યે 1 મિલિયનથી વધુ કર્મચારીઓને એકત્ર કરવાની યોજના ચાલી રહી છે. આ મોડેલ ઈરાનની પ્રોક્સી અને લાંબા યુદ્ધ વ્યૂહરચના જેવું માનવામાં આવે છે.

ક્યુબાની નબળાઈઓ

ક્યુબાની વાયુસેના લગભગ લુપ્ત થઈ ગઈ છે. MiG-29 અને MiG-23 જેવા જૂના ફાઇટર જેટ મોટાભાગે સેવામાંથી બહાર છે. દેશભરમાં માંડ 20 વિમાન કાર્યરત હોવાનું નોંધાયું છે. નૌકાદળ પાસે ફક્ત 33 જહાજો છે. જેમાં આધુનિક યુદ્ધ જહાજો અથવા શક્તિશાળી સબમરીનનો અભાવ છે. હવાઈ સંરક્ષણ પ્રણાલી પણ 1950ના દાયકાના સોવિયેત મિસાઇલો પર આધારિત છે. સૌથી મોટી સમસ્યાઓ પાવર અને આર્થિક કટોકટી છે. 2025માં ઘણા મોટા બ્લેકઆઉટ થયા. જેના કારણે લશ્કરી તાલીમ અને સંદેશાવ્યવહાર પર અસર પડી છે.

આ પણ વાંચોઃ બુલંદશહેરના અધ્યક્ષની TMC સાંસદ વિશે ટિપ્પણી, જાણો શું કહ્યુ?