દલાઇ લામાના ઉત્તારધિકારી કોણ હશે તે અંગે ચર્ચા શરુ થઇ છે. અને આ મામલે સસ્પેન્સ યથાવત્ છે. તો આ તરફ, ચીને કહ્યુ હતુ કે, તેમની મંજૂરી વગર જો ઉત્તરાધિકારીની નિયુક્તિ કરવામાં આવશે તો તે માન્ય નહીં ગણાય. તો ભારતે પોતાની કડક શબ્દોમાં ચીનને ફટકાર લગાવી છે. અને જણાવ્યુ છે કે, દલાઇ લામા સિવાય કોઇપણ તેમના ઉત્તરાધિકારીનો નિર્ણય નહી લઇ શકે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આ મામલે પ્રતિક્રિયા આપી છે કે, દલાઇ લામા સિવાય કોઇ અન્ય વ્યક્તિ ઉત્તરાધિકારીનો નિર્ણય નહી લઇ શકે.


દલાઇ લામા અંગે ચીને શું કહ્યુ ?

ચીને જણાવ્યુવ હતુ કે, ઉત્તરાધિકારી મામલે ચીન પાસેથી મંજૂરી લેવી અનિવાર્ય છે. નહીં તો ઉત્તરાધિકારી અંગેનો નિર્ણય માન્ય ગણાશે નહી. ચીનના તાનાશાહી વર્તનના કારણે તેમની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે બૌદ્ધ ધર્મ પાળનાર લોકો વચ્ચે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ છે.

દલાઇ લામાએ શું કહ્યુ ?

દલાઇ લામાએ જણાવ્યુ હતુ કે, તેમની સંસ્થા યથાવત્ રહેશે. અને માત્ર ગાદેન ફોડરંગ ટ્રસ્ટ પાસે ઉત્તરાધિકારી નક્કી કરવાનો અધિકાર છે. આ નિવેદન બાદ તેઓએ ઉત્તરાધિકારી અંગેની અટકળો અટકાવી દિધી છે. ગાદેન ફોડરંગ ટ્રસ્ટની સ્થાપના દલાઇ લામાએ વર્ષ 2015માં કરી હતી. અગાઉ દલાઇ લામાએ કહ્યુ હતુ કે, તિબ્બટની પવિત્ર પરંપરાને ખત્મ કરી શકાય છે. અને તેમના ઉત્તરાધિકારી તરીકે મહિલા અથવા ચીનની બહાર જન્મેલા કોઇપણ વ્યક્તિને નિયુક્ત કરી શકાય છે. 

  • Follow us on: