ભારતમાં ચૂંટણીના બ્યુગલ ફૂંકાય કે નેતાઓ પોતાની ખુરશી બચાવવા કે જીતવા માટે ઘરે ઘરે વસ્તુઓ કે પૈસા પહોંચાડતા હોય એવું તો મે સાંભળ્યુ છે પરંતુ હવે અમેરિકામાં પણ મત આપો અને ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડો. ચૂંટણી જીત્યા બાદ તેના માટે દરેક નાગરિકને 5,000 ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે. એટલે કે કહી શકાય કે ચૂંટણી જીતવા માટે ટ્રમ્પે પણ ભારત પાસેથી આ સ્ટ્રેટજી શીખીને પોતાનો માસ્ટર સ્ટ્રોક રમ્યો છે.
મતદારોને આકર્ષવા કર્યુ મોટું એલાન
મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં આગામી મધ્યસત્ર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મતદારોને આકર્ષવા માટે એક મોટું એલાન કર્યું છે. ટ્રમ્પે બુધવારે વચન આપ્યું હતું કે જો તેમની રિપબ્લિકન પાર્ટી મધ્યસત્ર ચૂંટણીમાં વિજય મેળવશે અને યુએસ કોંગ્રેસ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવામાં સફળ રહેશે, તો દેશના દરેક પુખ્ત વયના નાગરિકને ફેડરલ સરકાર તરફથી $૫,૦૦૦ (આશરે ₹૪,૭૫,૦૦૦ થી વધુ) ની રોકડ રકમ આપવામાં આવશે. ટેક્સાસમાં રિપબ્લિકન સમર્થકો સાથે વાતચીત કરતા ટ્રમ્પે આ યોજનાને 'ટ્રમ્પ ડિવિડન્ડ' નામ આપ્યું છે.
રાજકીય દાવપેચ વચ્ચે મુશ્કેલીઓ સહન કરી રહી છે પાર્ટી
જોકે, આ રાજકીય દાવપેચ પાછળ ટ્રમ્પની પાર્ટી હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. વર્તમાન સમયમાં અમેરિકા ઈરાન સાથેના યુદ્ધમાં ફસાયેલું છે, જેના કારણે દેશમાં તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે અને મોંઘવારી વધી છે. આ જ કારણોસર અમેરિકન મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઓપિનિયન પોલ મુજબ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ઘટીને ૩૦ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. ડેમોક્રેટ્સ સામે કઠિન સ્પર્ધાનો સામનો કરી રહેલી રિપબ્લિકન પાર્ટી માટે આ ચૂંટણી કપરી સાબિત થઈ રહી છે.
રોકડની વહેંચણીમાં ખર્ચાઇ શકે છે 1 ટ્રિલિયન ડોલર
મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ટ્રમ્પની આ 'ફ્રીલોડિંગ' નીતિ અને રોકડ વહેંચણીના આ પ્રસ્તાવ પાછળનો અંદાજિત ખર્ચ 1 ટ્રિલિયન ડૉલરથી પણ વધુ થઈ શકે છે. જો કે, આ ભારી-ભરખમ રકમ ક્યાંથી ઉપલબ્ધ થશે અને સરકાર તેની વ્યવસ્થા કેવી રીતે કરશે તે અંગે ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ માત્ર એટલું કહ્યું છે કે દેશ હાલ પુષ્કળ નાણાં કમાઈ રહ્યો છે.
ટ્રમ્પનો માસ્ટર સ્ટ્રોક કામ કરશે કે કેમ?
આગામી 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસના બંને ગૃહો પર પકડ જાળવી રાખવા માટે ટ્રમ્પ ખુદ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઓપિનિયન પોલના નકારાત્મક પરિણામોને અવગણીને પાર્ટીને જીતાડવા માટે તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે. બીજી બાજુ, ચૂંટણી પૂર્વેના પૂર્વાનુમાન દર્શાવે છે કે ડેમોક્રેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં મજબૂત સ્થિતિ મેળવી શકે છે.
આ પણ વાંચોઃ Apple એ લોન્ચ કર્યા iPhone 18 Pro, 'iPhone Duo', જાણો ભારતમાં કેટલી છે પ્રાઇઝ?