ઇરાન અને ઇઝારયલ વચ્ચે 12 દિવસ ભયંકર યુદ્ધ ચાલ્યું. 13 જૂનના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ હતી. યુદ્ધ દરમિયાન બંને દેશોએ મિસાઈલ અને ડ્રોન હુમલા કરતા બંને દેશોને મોટું જાનહાનિ સાથે ભારે નુકસાન પણ થયું હતું. ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં સ્થિતિ વધુ ભયંકર બનતા અમેરિકા મધ્યસ્થી બનતા 24 જૂનના રોજ યુદ્ધ વિરામ કરાવ્યું હતું.  જો કે ઈરાનને ઈઝરાયલ સાથે યુદ્ધવિરામ પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે જો ભવિષ્યમાં કોઈ હુમલા થશે તો અમે તેનો વધુ આકરો જવાબ આપીશું.


ટ્રમ્પ અને નેતાન્યાહૂને દુશ્મન ગણાવ્યા

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધ સંઘર્ષમાં ડોનાલ્ડ ટ્ર્મ્પના પ્રયાસ બાદ યુદ્ધ વિરામ થયો હતો. આ યુદ્ધમાં ઈરાનના 610 અને ઇઝરાયલના 27 લોકો માર્યા ગયા હતા. જો કે ઇરાનના ધર્મગુરુને લઈને ઇઝરાયલના હાલના વલણને લઈને શંકા છે. તેમનું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલને લાભ કરાવવા આ સંઘર્ષ રોકયો છે. કારણ કે ઇરાન પાસે પરમાણુ બોમ્બની તાકત છે. એટલે સંભવત અમેરિકા અને ઇઝારયલ આ બાબતથી ડરી ગયા હોય. ઇઝરાયલ પ્રત્યે અમેરિકાના નરમ વલણને લઈને ઇરાનના ધર્મગુરુએ બંને નેતાઓઓને પોતાના દુશ્મન ગણાવ્યા.

ધર્મગુરુએ બહાર પાડ્યો ફતવો

ઇરાનના ધર્મગુરુએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ અને  ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ ધાર્મિક ફતવો બહાર પાડ્યો છે. ધર્મગુરુએ ફતવો બહાર પાડતા કહ્યું કે કોઈપણ મરજાને નુકસાન પહોંચાડવાનો અથવા ધમકી આપવાનો પ્રયાસ કરશે તે મોહરિબ હશે, એટલે કે યુદ્ધપ્રેમી ગુનેગાર. મુસ્લિમો અથવા ઇસ્લામિક રાજ્યો દ્વારા આવા વ્યક્તિઓને આપવામાં આવતો કોઈપણ સહયોગ અથવા મદદ કરવી એ હરામ (પ્રતિબંધિત) છે. જો કોઈ મુસ્લિમ પોતાની ફરજ બજાવે છે અને તે ફરજ બજાવતા મુશ્કેલી કે નુકસાન સહન કરે છે, તો તેને ભગવાનના માર્ગમાં યોદ્ધા તરીકે પુરસ્કાર આપવામાં આવશે.

મુસલમાનોને એક થવા અપીલ કરી

શિયા ધર્મગુરુ ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસેર મકરિમ શિરાઝીએ આ બંને નેતા સામે ફતવો બહાર પાડતા વિશ્વના મુસલમાનોને એક થવા અપીલ કરી છે. જો કે અમેરિકાએ B-2 બોમ્બરોથી હુમલો કરીને ઈરાનના ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ સ્થળોનો નાશ કરવાનો દાવો સામે ઇરાન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એટલે ઇરાનનો પરમાણુ ભંડાર અમેરિકાના હુમલા પહેલા દૂર કરવામાં આવ્યો હોઈ શકે તેવી અટકળો ચાલી રહી છે. જણાવી દઈએ કે યુરેનિયમનો 60% શુદ્ધ ભંડાર છે, જે એક પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતો કહી શકાય. સંભવત થોડા જ સમયમાં ઇરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરી શકે છે.

  • Follow us on: