ઇઝરાયલ અને ઇરાન વચ્ચે 24 જૂને સીઝફાયરની જાહેરાત થઇ ગઇ છે. બંને દેશ આને લઇને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ઇઝરાયલના PM બેન્જામીન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે ઇરાન વિરૂદ્ધ ઇઝરાયલે ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ જીતને સદીઓ સુધી યાદ રખાશે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તેમનો દેશ પરમાણુ કાર્યક્રમ બંધ કરશે નહીં. અમે આ ટેકનોલોજી મેળવવા માટે ખૂબ જ મહેનત કરી છે. અમારા વૈજ્ઞાનિકોએ આ માટે બલિદાન આપ્યું છે.
ગુરુવારે ઈરાનની રાજધાની તેહરાનમાં વિજય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સવારે 3:30 વાગ્યે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યુદ્ધવિરામ વિશે માહિતી આપી હતી.
સીએનએનના અહેવાલથી ટ્રમ્પ ગુસ્સે છે
ઈરાન અને ઇઝરાયલ યુદ્ધવિરામ અંગે સીએનએનએ દાવો કર્યો હતો કે યુએસ હુમલામાં ઈરાનના પરમાણુ સ્થળ ફોર્ડોને કોઈ નુકસાન થયું નથી. સીએનએનના નિવેદનથી ટ્રમ્પ ખૂબ ગુસ્સે છે. આ અંગે તેમની ટીમ તરફથી પણ એક નિવેદન આવ્યું છે.
અમેરિકા આજે જેરુસલેમમાં પોતાનું દૂતાવાસ ફરી ખોલશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ, અમેરિકાએ આજે ઈઝરાયલની રાજધાની જેરુસલેમમાં પોતાનું દૂતાવાસ ફરી ખોલવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ બાદ, અમેરિકાએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
ઈરાનનો પરમાણુ કાર્યક્રમ કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે
ઈઝરાયલ સાથે યુદ્ધવિરામ થયા બાદ, ઈરાને દાવો કર્યો છે કે તેનો પરમાણુ કાર્યક્રમ કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે તે ફરી એકવાર સંવર્ધન શરૂ કરશે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ક્યારેય બંધ થશે નહીં.
નાટો સમિટમાં એર્દોગન ટ્રમ્પને મળ્યા
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન હેગમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. એર્દોગનએ ઇઝરાયલ અને ઈરાન સામે યુદ્ધવિરામ લાવવાના ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી.