મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અશાંતિ અને યુએસ-ઈરાન સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઘરેલુ મોરચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસમાં આગામી મધ્યસત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલા એક તાજા સર્વેના પરિણામો ટ્રમ્પ માટે મોટો ઝટકો સાબિત થઈ રહ્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ 

એનબીસી ન્યૂઝ (NBC News) દ્વારા જારી કરવામાં આવેલા નવા સર્વે અનુસાર, અમેરિકન મતદારોનો એક મોટો વર્ગ મધ્યસત્ર ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવાના પક્ષમાં છે. આ સર્વેના આંકડા લગભગ છેલ્લા 30 વર્ષના મધ્યસત્ર ચૂંટણી સર્વેક્ષણોમાં સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા છે, જે ટ્રમ્પ પ્રશાસન માટે ચિંતાનો વિષય છે.

43 ટકા નોંધાયેલા મતદારો ટ્રમ્પના વિરોધમાં

સર્વેના આંકડાઓ પર નજર કરીએ તો, લગભગ 43 ટકા નોંધાયેલા મતદારોએ જણાવ્યું કે તેમનો મત ટ્રમ્પના વિરોધમાં હશે. જ્યારે માત્ર ૨૭ ટકા લોકોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમર્થન આપવા માટે મતદાન કરવાની વાત કહી છે, અને ૨૮ ટકા લોકો કોઈ ચોક્કસ સંદેશ આપવા માંગતા નથી. ખાસ કરીને સ્વતંત્ર મતદારોમાં 46 ટકા લોકો વિરોધ દર્શાવવા માંગે છે.

સર્વે દરમિયાન આવ્યા ચોંકાવનારા આકંડા સામે

આ સર્વે 20 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યો છે, જે દેશની કથળેલી આર્થિક સ્થિતિ, મોંઘવારી અને ઈરાન સાથેના તણાવ વચ્ચે આવ્યો છે. ટ્રમ્પના કામકાજના રેટિંગમાં પણ મોટો ઘટાડો થયો છે. માત્ર 41 ટકા લોકોએ જ ટ્રમ્પ દ્વારા દેશ ચલાવવાની રીતને મંજૂરી આપી છે, જ્યારે 56 ટકા લોકોએ તેમની ટીકા કરી છે. આ સર્વે 11 થી 15 સપ્ટેમ્બર દરમિયાન 1,000 નોંધાયેલા મતદારો વચ્ચે કરવામાં આવ્યો હતો.

55 ટકા લોકો માને છે ટ્રમ્પની નીતિઓ નકારાત્મક

અર્થતંત્ર અને વિદેશ નીતિ અંગે પણ મતદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 55 ટકા લોકોનું માનવું છે કે ટ્રમ્પની નીતિઓની અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી છે. ફુગાવો અને જીવનનિર્વાહનો ઊંચો ખર્ચ મુખ્ય ચિંતાનો વિષય બન્યા છે. આ ઉપરાંત, ૬૨ ટકા લોકો એવું માને છે કે અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધમાં જવું જોઈએ નહીં.

આ પણ વાંચોઃ US Visa માટે મોટી ચેતવણી! ઝડપથી US વિઝા અપાવીશું, કહેનારાઓથી સાવધાન