અમેરિકાની મધ્યસત્ર (Midterm) ચૂંટણીના પરિણામો બાદ રાજકીય અને આર્થિક ક્ષેત્રે ભારે હલચલ મચી ગઈ છે. ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે અને ડેમોક્રેટ્સે કોંગ્રેસના બંને ગૃહોમાં જીત હાંસલ કરી છે. આ પરિણામો વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિવાદસ્પદ નિવેદનોને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે. ટ્રમ્પે યુએસ શેરબજારમાં થયેલા ભયાનક ઘટાડા માટે સીધો ડેમોક્રેટ્સની જીતને જવાબદાર ઠેરવી છે.
સોશિયલ મીડિયો પોસ્ટ્સમાં દાવો કર્યો
ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દાવો કર્યો હતો કે ડેમોક્રેટિક પાર્ટીની જીતને કારણે શેરબજારનો એક દિવસ ઇતિહાસનો સૌથી ખરાબ દિવસ બની ગયો છે. તેમણે ઉમેર્યું કે તેમની સરકારે બજારને સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચાડવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ ચૂંટણી પરિણામોએ બધું બગાડી નાખ્યું. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ કડાકાથી સામાન્ય અમેરિકનોના 401(k) નિવૃત્તિ ખાતામાં જમા થયેલી કમાણી અને બચત પર પણ વિપરીત અસર પડી છે. અગાઉ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જો તેઓ પોતે ચૂંટણી લડ્યા હોત અને તેમનું નામ બેલેટ પેપર પર હોત, તો રિપબ્લિકન પાર્ટી ભારે બહુમતીથી જીતી ગઈ હોત.
https://x.com/TrumpTruthOnX/status/2118483471152865479?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2118483471152865479%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
