મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને તેલ-ગેસ સંકટ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, "હું દુનિયાને બરબાદ નહીં થવા દઉં. હું ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવા દઈશ નહીં." ટ્રમ્પે વધુમાં કહ્યું, "યુનાઈટેડ સ્ટેટ્સ વિશ્વનો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે, તેથી જ્યારે તેલના ભાવ વધે છે ત્યારે અમને ઘણો ફાયદો થાય છે.

https://twitter.com/WhiteHouse/status/2032095849656803827


ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દઈશ નહીં

પરંતુ રાષ્ટ્રપતિ તરીકે મારા માટે વધુ મહત્વપૂર્ણ મુદ્દો ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી અટકાવવાનો અને મધ્ય પૂર્વને સંકટથી બચાવવાનો છે. હું ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા નહીં દઉં." યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા માટે ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે. મધ્ય પૂર્વ સંકટ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર, મોજતબા ખામેનેઈએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે અને દરેક મૃત્યુનો બદલો લેવામાં આવશે. મોજતબાના નિવેદનથી દુનિયા ચોંકી ગઈ છે.

હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ

હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ છે, જે વૈશ્વિક તેલ પુરવઠાના લગભગ 20% વહન કરે છે. આ માર્ગને અવરોધિત કરવાની ઈરાનની ધમકીઓ અને હુમલાઓએ વૈશ્વિક પુરવઠાને ગંભીર અસર કરી છે. માર્ચ 2026ની શરૂઆતથી ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $110ને વટાવી ગયા છે. જો કટોકટી ચાલુ રહે તો ભાવ પ્રતિ બેરલ $150-200 સુધી પણ પહોંચી શકે છે.

અમે દરેક મૃત્યુનો બદલો લઈશું: મુજતબા

ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકાની ધમકીઓ સામે ઝૂકશે નહીં. ઈરાનના નવા સુપ્રીમ લીડર, મોજતબા ખામેનેઈએ જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે. તેમણે કહ્યું કે ઈરાન દરેક મૃત્યુનો બદલો લેશે. મોજતબાએ કહ્યું કે તેઓ કોઈની શહાદત ભૂલી શકશે નહીં. વધુમાં, સુપ્રીમ લીડરએ એ પણ જાહેરાત કરી કે તેઓ મધ્ય પૂર્વમાં દરેક યુએસ બેઝ પર હુમલો કરશે.

આ પણ વાંચો : Hormuzમાં થાઈ કાર્ગો શીપ પર હુમલા બાદ થાઈલેન્ડ ભડ્કયું, ઈરાનને કહ્યું 'જવાબ આપો અને માફી માગો'