અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર 10 ટકા વધુ ટેરિફ લગાવી દીધો છે અને તેની સાથે કેનેડાનો કુલ ટેરિફ હવે 45 ટકા થઇ ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ટેરિફ કેનેડાના એ વિવાદાસ્પદ જાહેરાતના વિરોધમાં લગાવ્યો છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની ક્લિપને એડ કરીને ટેરિફ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવ્યો હતો. જોકે વિવાદ છેડાતા જ કેનેડાએ આ જાહેરાત હટાવી દીધી હતી. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તે જાહેરાતથી એટલા ચિઢાઇ ગયા કે તેમણે કેનેડાને ટેરિફની સજા આપવી વધુ ઉચિત સમજી.
આસિયાન સમિટમાં કેનેડા PMથી નહીં મળે
આપને જણાવી દઇએ કે ટ્રમ્પે જાહેરાત વિવાદને કારણે કેનેડા સાથે ચાલી રહેલી વેપાર વાર્તાઓ પર પણ રોક લગાવી દીધી છે. તો આસિયાન સમિટમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે મીટિંગનો પ્લાન પણ કેન્સલ કરી દીધો . આસિયાન સમિટ માટે રવાના થતા પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં એ પણ કહ્યુ કે તેમણે ગંદી રમત રમી છે અને દરેક લોકો જાણે છે કે આનાથી ખરાબ રમત રમી શકુ છું. ટેરિફ વિરુદ્ધ જાહેરાત માટે ભ્રામક પ્રચાર કીરને કેનેડાની અમેરિકાની સુપ્રિમ કોર્ટ અને અન્ય કોર્ટના નિર્ણયથી પ્રભાવિત કરવાનો નિર્ણય કર્યો છે.













