HALએ પાયલટ નમનશ સ્યાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કંપનીએ રોકાણકારોને આશ્વાસન આપ્યુ છે કે વેપાર કરારમાં કોઇ મુશ્કેલીઓ આવશે નહી.
રોકાણકારોની ચિંતા વધી
દુબઇ એર શો દરમિયાન થયેલા તેજસ વિમાન દુર્ઘટનામાં પાયલટની મોત થઇ હતી. આ દુર્ઘટનામાં ભારતીય વાયુ સેનાએ પોતાનો પાયલોટ ગુમાવ્યો છે. અને સાથે જ દેશની પ્રમુખ રક્ષા કંપની HAL એટલે કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે રોકાણકારોની ચિંતા વધારી છે. પરંતુ આ બધાની વચ્ચે HALએ પોતાનું મૌન તોડ્યુ છે અને કહ્યુ છે કે, આ દુર્ઘનાની અસર તેમના કામકાજ પર નહી થાય.
Also Read
Dubai Air Show Plane Crash: રશિયન સેનાએ શહીદ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલને ફાઇટર જેટ દ્વારા આપી શ્રદ્ધાંજલિ
Dubai Airshow Plane Crash: દુશ્મનના રડારથી બચવાની ક્ષમતા, જાણો તેજસ કેટલા દિવસમાં થાય છે તૈયાર?
Dubai Airshow Plane Crash: આકાશથી સમુદ્ર સુધી દુશ્મનનો સામનો કરવાની શક્તિ ધરાવતું ફાઇટર જેટ, જાણો તેજસની દરેક વિશેષતાઓ
આ દુર્ઘટના કેમ થઇ ?
HALએ જણાવ્યુ હતુ કે, દુબઇમાં થયેલા આ ક્રેશની ઘટના અસાધારણ પરિસ્થિતિઓમાં થયેલી આ વિવિધ ઘટનાઓ છે. આ કોઇ ટેક્નિકલી ખરાબ થયા બાદ થયેલી ઘટના નથી. અમુક દુર્લભ કારણોના કારણે થયેલી આ ઘટના છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. HALએ પાયલટ નમનશ સ્યાલની વીરગતિ માટે સંવેદના વ્યક્ત કરી હતી. અને પીડિત પરિવાર માટે સહાનુભૂતિ પ્રગટ કરી હતી.
શું HALના વેપાર પર લાગશે બ્રેક ?
આ દુર્ઘટના બાદ મોટો સવાલ એ છે કે, શું આ ઘટના બાદ HALના ઓર્ડર અને ભવિષ્યની યોજનાઓ મુશ્કેલીમાં મુકાશે?. રોકાણકારો અને સ્ટેકહોલ્ડર્સને આશ્વાસન આપવામાં આવ્યુ છે કે, આ ઘટનાની કોઇપણ અસર કામકાજ પર નહી થાય. નાણાંકિય વ્યવહાર પર કોઇ પ્રભાવ નહી પડે. ભવિષ્યમાં વિમાનોની થનાર ડિલીવરી તેના નક્કી કરેલા સમય પર જ કરવામાં આવશે. તપાસ એજન્સીઓને તપાસ માટે પુરતો સહયોગ કરવામાં આવશે.
Disclaimer: સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.










