રશિયાના સુદૂર પૂર્વ કિનારે સતત 3 વાર ભૂકંપના આંચકા નોંધવામાં આવ્યા છે. જમાં 7.4ની તિવ્રતાના આચંકા નોંધાયા છે. ભૂકંપ કેન્દ્રના 300 કિમી દૂર સુનામી મામલે એલર્ટ જાહેર કરાયુ છે. ભૂકંપના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ છે. અને સાથે જ સુનામી અંગે એલર્ટ જાહેર કર્યા બાદ રહીશોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. સરકાર અને તંત્ર બન્ને એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે.


ભૂકંપના સતત 3 આંચકા

રશિયાના કામચટકા ક્ષેત્રમાં 6.6 તિવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે આ મામલે માહિતી આપી છે. હજુ આ વિસ્તારમાં ભૂકંપના આંચકા શાંત થયા ન હતા. ત્યારે જ વધુ એક આંચકો નોંધાયો હતો. આ મામલે સ્થાનિકોનો ડર હજુ દૂર પણ થયો ન હતો. ત્યાં જ ત્રીજો આંચકો નોંધવામાં આવ્યો હતો. યૂરોપીય ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્રે જણાવ્યુ હતુ કે, આ આંચકાની તિવ્રતા 7.4 નોંધવામાં આવી છે. જે અગાઉ કરતા પણ વધુ શક્તિશાળી હતા.

સુનામી એલર્ટ જાહેર

ભૂકંપ બાદની સ્થિતિનું અવલોકન કર્યા બાદ સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અમેરિકી સુનામી કેન્દ્રે હવાઇ અને રશિયા દેશને સુનામી એલર્ટ જાહેર કર્યુ છે. અધિકારીઓના જણાવ્યુ મુજબ, સમુદ્રની અંદર ભૂકંપના કારણે સુનામી જેવી લહેરો ઉઠી શકે છે. આ સ્થિતિ પર અધિકારીઓની નજર છે. તો સાથે જ સ્થાનિક તંત્ર પણ આ મામલે એલર્ટ હોવાનું સામે આવ્યુ છે.  

  • Follow us on: