પાકિસ્તાનમાં સોમવારે લોકોને ભૂકંપના મોટા ઝટકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 નોંધાઈ છે. ભૂકંપના ઝટકા પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં લોકોને અનુભવાયા છે. જેનાથી લોકોમાં ભારે દહેશત ફેલાયેલી છે અને તે સુરક્ષિત જગ્યાઓ તરફ ભાગવા લાગ્યા છે. તેનાથી ઘણા ઘરોમાં નુકસાન પણ પહોંચ્યું છે. જો કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિની સૂચના મળી નથી. સ્થાનિક તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આ ભૂકંપ ખુબ જ ખતરનાક હોય છે : નિષ્ણાતો
NCS મુજબ આ ભૂકંપની તીવ્રતા 4.7ની હતી અને તેની ઉંડાઈ 10 કિલોમીટરની હતી. ભારતીય સમય મુજબ આ ઝટકો સવારે 11.12 વાગ્યે આવ્યો, ઉલ્લેખનીય છે કે ગયા શનિવારે અને રવિવારે પણ પાકિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો આવી ચૂક્યો છે. જેનાથી આ વિસ્તાર હાલના સમયે ભૂકંપની ગતિવિધિઓ માટે ખુબ જ સંવેદનશીલ બન્યો છે. NCSએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર ભૂકંપની જાણકારી આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ભૂકંપ ખુબ જ ખતરનાક હોય છે, કારણ કે તેના તરંગ સપાટી સુધીનું અંતર પાસ કરે છે અને જેનાથી ઝટકો પણ વધારે ઝડપી થાય છે અને નુકસાન પણ વધારે થાય છે.













