24 જૂનની રાત પૃથ્વીના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં એક અત્યંત વિલક્ષણ અને ભયાનક રાત સાબિત થઈ છે. કુદરતે માત્ર 2 કલાકના ગાળામાં દુનિયાના બે છેડે આવેલા દેશો - વેનેઝુએલા અને જાપાનને ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજાવી દીધા. વૈજ્ઞાનિકોના મતે, આવી અકલ્પનીય અને દુર્લભ ઘટના દર 1 હજાર થી 1200 વર્ષમાં માંડ એકાદ વાર જોવા મળે છે. જોકે, સૌથી આશ્ચર્યની વાત એ રહી કે આટલી મોટી આપત્તિ છતાં દરિયો શાંત રહ્યો અને કોઈ મોટી સુનામી ન આવી.

બે શક્તિશાળી ભૂકંપ 

આ ભયાનક રાતની શરૂઆત વેનેઝુએલાથી થઈ, જ્યાં માત્ર 40 સેકન્ડના અંતરાલમાં બેક-ટુ-બેક 7.2 અને 7.5 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. વિજ્ઞાનની ભાષામાં આને 'ડબલેટ ભૂકંપ' કહેવામાં આવે છે. આ બેવડા પ્રહારે વેનેઝુએલામાં ભારે તબાહી મચાવી દીધી છે. સેંકડો ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે અને હજારો લોકોના મોતના આશંકા વચ્ચે દેશમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. આને સદીનો સૌથી વિનાશક ભૂકંપ માનવામાં આવી રહ્યો છે. 

https://twitter.com/NbergWX/status/2069936033014096293 

કેરેબિયન દેશો માટે સુનામી એલર્ટ 

આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર હોવાથી શરૂઆતમાં પ્યુર્ટો રિકો અને કેરેબિયન દેશો માટે સુનામી એલર્ટ જાહેર કરાયું, જે બાદમાં હટાવીને ફરીથી એલર્ટ મોડ પર મુકાયું છે.


https://twitter.com/TheOfficialMrA1/status/2069943709689335896 

 2 કલાક પછી જાપાનમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ

વેનેઝુએલાની આ તબાહીના બરાબર 2 કલાક પછી, પ્રશાંત મહાસાગરની પેલે પાર જાપાનના ઉત્તરી ભાગમાં 6.9 ની તીવ્રતાનો ત્રીજો મોટો આંચકો નોંધાયો. જાપાનમાં આંચકો એટલો જોરદાર હતો કે ઊભા રહેવું પણ મુશ્કેલ હતું. 

 જાનમાલનું કોઈ નુકસાન થયું નથી

જો કે જાપાનની ઉત્કૃષ્ટ ભૂકંપ-પ્રતિરોધક ટેકનોલોજી અને અદભુત આયોજનને કારણે ત્યાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. તમામ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સુરક્ષિત છે અને સુનામીનો કોઈ ખતરો નથી. કુદરતના આ ડબલ પ્રહારે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે.


આ પણ વાંચો----     Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ