આગામી તહેવારોની મોસમમાં સામાન્ય લોકોના રસોડાના બજેટ પર ભારે અસર પડી શકે છે. વૈશ્વિક બજારમાં પુરવઠાની અછતને કારણે આગામી દિવસોમાં પામ તેલ, સરસવ અને સોયાબીન તેલ સહિત તમામ ખાદ્ય તેલોના ભાવ વધવાની પૂર્ણ શક્યતા છે. આ કટોકટી પાછળનું મુખ્ય કારણ વિશ્વના સૌથી મોટા પામ તેલ ઉત્પાદક દેશ ઇન્ડોનેશિયામાં પડેલો દુષ્કાળ અને અલ નીનો (El Niño) ની પ્રતિકૂળ અસર છે, જેના કારણે પામ ઓઇલના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે.

ઇન્ડોનેશિયામાં ઉત્પાદન ઘટાડો અને બાયોડીઝલ નીતિ

ઇન્ડોનેશિયન પામ ઓઇલ એસોસિએશન અનુસાર, હવામાનની વિપરીત પરિસ્થિતિઓને લીધે પામ તેલના ઉત્પાદનમાં આશરે 5 મિલિયન (50 લાખ) ટનનો ઘટાડો થવાની આશંકા છે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયા સરકાર પોતાની નવી 'B50' બાયોડીઝલ નીતિ લાગુ કરવા જઈ રહી છે. આ નીતિ હેઠળ સ્થાનિક સ્તરે બાયોડીઝલ બનાવવા માટે આશરે 16.3 થી 17 મિલિયન ટન પામ તેલનો ઉપયોગ કરવામાં આવશે. પરિણામે, ભારત જેવા આયાતકાર દેશો માટે નિકાસ માટે ખૂબ જ મર્યાદિત જથ્થો ઉપલબ્ધ રહેશે.

ભારતીય બજાર અને ગ્રાહકો પર અસર

ભારત પોતાની ખાદ્ય તેલની કુલ જરૂરિયાતનો આશરે 55% થી 60 % ભાગ વિદેશોમાંથી આયાત કરે છે, જેમાં પામ તેલ મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે. જ્યારે પામ તેલના દામ વધશે, ત્યારે દેશમાં સ્થાનિક વિકલ્પો જેવા કે સોયાબીન અને સરસવના તેલની માંગ અચાનક વધી જશે. માંગ વધવાને કારણે સરસવ અને સોયાબીન તેલના ભાવમાં પણ આપોઆપ ઉછાળો જોવા મળશે.

વૈશ્વિક બજારમાં ભાવ વધારો

માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલના ભાવમાં 11.2 % નો નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં ક્રૂડ પામ તેલનો ભાવ પ્રતિ ટન $૧૨૮૫ અને સોયાબીન તેલનો ભાવ પ્રતિ ટન $1314 ના સ્તરે પહોંચી ગયો છે. વૈશ્વિક અછત અને વધતી માંગને કારણે આગામી મહિનાઓમાં ભારતમાં રિફાઇન્ડ, સરસવ અને સોયાબીન તેલ છૂટક બજારમાં વધુ મોંઇન્ડોનેશિયામાં દુષ્કાળ અને અલ નીનોની અસરથી પામ તેલના ઉત્પાદનમાં ઘટાડાની આશંકા છે. વૈશ્વિક પુરવઠાની અછતથી ભારતમાં પામ, સરસવ અને સોયાબીન તેલ મોંઘાં થઈ શકે છે.

આ પણ વાંચોઃ India-US ટ્રેડ ડીલ ખૂબ જ નજીક, ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું આ વખતે ડીલ અલગ પ્રકારની હશે