અમેરિકાની તપાસ એજન્સી FBI અને ન્યૂયોર્ક સ્ટેટ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય હથિયાર સ્મગલિંગના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા 89 અત્યાધુનિક હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે કેનેડા સ્મગલ કરવામાં આવી રહ્યો હતો. આ કેસમાં એક પાકિસ્તાની નાગરિક સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસે અટકાવી કાર

ઘટનાની વિગત મુજબ, 7 મે 2026ના રોજ ન્યૂયોર્ક સ્ટેટ પોલીસે સ્ટેટ રૂટ 90 પર એક સફેદ ફોર્ડ એક્સપ્લોરર કારને ટ્રાફિક નિયમોના ભંગ બદલ અટકાવી હતી. કારમાં સવાર ત્રણ યુવકોની પૂછપરછ દરમિયાન તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. શંકા જતાં પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં એક ભારે સૂટકેસમાંથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

કોણ છે ધરપકડ કરાયેલા આરોપીઓ?

પકડાયેલા ત્રણેય આરોપીઓ અલગ-અલગ દેશોના નાગરિક છે:

ફૈઝાન અલી (25 વર્ષ): પાકિસ્તાની નાગરિક, જેની પાસેથી અફઘાની નાગરિકના નામનું નકલી લાયસન્સ મળ્યું છે.

મલિક બ્રોમફિલ્ડ (22 વર્ષ): કેનેડિયન નાગરિક.

કમાલ સલમાન (22 વર્ષ): કેનેડા, અમેરિકા અને જોર્ડનની નાગરિકતા ધરાવે છે.

89 હથિયારો અને ચોરીની બંદૂકો

FBIના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા 89 હથિયારોમાંથી 17 હથિયારો ચોરીના છે. આ જથ્થામાં શોર્ટ-બેરલ રાઈફલ્સનો પણ સમાવેશ થાય છે. આ તમામ હથિયારો કેનેડામાં ગેરકાયદેસર રીતે મોકલવાની તૈયારી હતી. જો આ ગુનામાં આરોપીઓ દોષિત ઠરશે, તો તેમને 10 થી 15 વર્ષની જેલની સજા થઈ શકે છે.

આ પણ વાંચો:Strait Of Hormuz:સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકાએ ઈરાનના બે તેલ ટેન્કરો પર કર્યો હુમલો, મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના વાદળો