તાજેતરમાં બનેલી એક ગંભીર એવિએશન ઘટના બાદ આંતરરાષ્ટ્રીય હવાઈ સફરમાં સુરક્ષા નિયમો અત્યંત કડક બનાવી દેવામાં આવ્યા છે. એર ફ્રાન્સ, યુનાઇટેડ એરલાઇન્સ અને ચેક એરલાઇન સ્માર્ટવિંગ્સ જેવી મુખ્ય આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પાકિસ્તાની પાઇલટ્સ અને કેબિન ક્રૂ મેમ્બર્સને ઇઝરાયલ તરફ જતી અથવા ત્યાંથી આવતી ફ્લાઇટ્સ ચલાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે કોઈ પણ પ્રકારના સત્તાવાર કે રાજદ્વારી સંબંધો ન હોવાના કારણે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

આ કડક સુરક્ષા પગલાં પાછળનું મુખ્ય કારણ 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી એક ચોંકાવનારી ઘટના છે. રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઇટ દરમિયાન ઓમાની કો-પાઇલટે કોકપીટનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાના ઇરાદા સાથે ભારતીય કેપ્ટન પર અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ ઇઝરાયલ અને આંતરરાષ્ટ્રીય એવિએશન એજન્સીઓએ એવા દેશોના નાગરિકો અને ક્રો પાયલોટ્સ પર કડક નજર રાખવાનું શરૂ કર્યું છે જેમના ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી. ઓમાન પણ એવા જ દેશોની યાદીમાં આવે છે.

એરલાઇન્સની કાર્યવાહી અને અહેવાલો

ફ્રેન્ચ તપાસ મીડિયા 'મીડિયાપાર્ટ' અને એવિએશન સોર્સ 'ચે-એવિએશન'ના 13 ઓક્ટોબર, 2026 ના અહેવાલો મુજબ, એર ફ્રાન્સ અને યુનાઇટેડ એરલાઇન્સે તેમના તમામ પાઇલટ્સ અને ક્રૂ સભ્યોને આ નવા સુરક્ષા પ્રતિબંધો વિશે જાણ કરી દીધી છે. એર ફ્રાન્સે સ્પષ્ટ કર્યું છે કે તે ઇઝરાયલી અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરી રહ્યું છે, જ્યારે યુનાઇટેડ એરલાઇન્સે પોતાના ક્રૂ શિડ્યુલિંગમાં આ નિયમો લાગુ કરી દીધા છે.

ઇન્ડોનેશિયન પાઇલટના કારણે ફ્લાઇટ પરત મોકલાઈ

આ નવા નિયમોનો કડક અમલ મંગળવારે જોવા મળ્યો હતો, જ્યારે ઇથોપિયન એરલાઇન્સની એક ફ્લાઇટને ઉડાન ભર્યાના લગભગ એક કલાક બાદ પરત આવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ફ્લાઇટમાં એક ઇન્ડોનેશિયન પાઇલટ બોર્ડ પર હતો, અને ઇન્ડોનેશિયાના પણ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી.

આ પણ વાંચોઃ  US Ukraine: અમેરિકાએ અધવચ્ચે છોડી દીધો યુક્રેનનો સાથ, ટ્રમ્પથી નારાજ થયા ઝેલેન્સ્કી