ફ્રાન્સમાં ટ્રાફિક પોલીસ એક સામાન્ય તપાસ દરમિયાન હેરાન રહી ગઈ, જ્યારે હાઈવે પર 250 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડતી લાલ રંગની ફેરારીને રોકવામાં આવી. કાર ચલાવતો યુવક કોઈ અમીર ઉદ્યોગપતિ નહીં, પરંતુ સરકારી રેકોર્ડ મુજબ બેઘર અને બેરોજગાર હતો. આ કાર હતી વિશ્વવિખ્યાત કંપની Ferrariની – જે સામાન્ય રીતે કરોડપતિઓ અને સેલિબ્રિટીઓ સાથે જોડી જાય છે. ત્યારે પ્રશ્ન એક જ હતો – જમીન નહીં, મિલકત નહીં, નોકરી નહીં… તો ફેરારી ક્યાંથી આવી?
કાગળ પર ગરીબી, હકીકતમાં વૈભવ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવક અને તેનો પરિવાર સરકારના ફેમિલી એલાઉન્સ પર જીવતા હોવાનું બતાવતા હતા. તેમણે સત્તાવાર રીતે પોતાને નાદાર જાહેર કર્યા હતા. પરંતુ હકીકતમાં તેમની જીવનશૈલી સંપૂર્ણ રીતે વિપરીત હતી – મોંઘી કાર, વૈભવી રહેવાની વ્યવસ્થા અને ઉડાઉ ખર્ચ. યુવકે દાવો કર્યો કે ફેરારી તેની માતાની હતી, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે કાર એક રિયલ એસ્ટેટ કંપનીના નામે નોંધાયેલ હતી. એટલે સ્પષ્ટ હતું કે કંઈક મોટું છુપાવવામાં આવી રહ્યું હતું.
