ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનમાં ફ્રાન્સના સહકાર ન આપવા પર ટ્રમ્પની ટિપ્પણી અને મેક્રોનનો પલટવાર અત્યારે વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વિવાદની શરૂઆત
અમેરિકા અને ઈઝરાયેલ અત્યારે ઈરાન વિરુદ્ધ મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરી રહ્યા છે.ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હતા કે ફ્રાન્સ આ મિશનમાં સંપૂર્ણપણે અમેરિકાની સાથે રહે,પરંતુ મેક્રોને તેમાં જોડાવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.આ વાતથી નારાજ ટ્રમ્પે મેક્રોન અને તેમના પત્ની બ્રિજિટ મેક્રોનના સંબંધો પર કટાક્ષ કર્યો હતો.
ટ્રમ્પે 2025ના એક જૂના વીડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે મેક્રોનના પત્ની તેમને રાષ્ટ્રપતિ વિમાનમાં હાથ મારતી નજર પડી હતી.જે ઈજાથી હજુ સાજા થયા નથી.મેક્રો સાથે તેમની પત્ની ખૂબ જ ખરાબ વ્યવહાર કરે છે.ટ્રમ્પે આવી ટિપ્પણી કરતા મેક્રોએ આપ્યો હતો વળતો જવાબ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને તેમના પત્ની વચ્ચે 25 વર્ષનો ઉંમરનો તફાવત છે,જે હંમેશાથી ચર્ચાનો અને મેક્રોન માટે સંવેદનશીલ વિષય રહ્યો છે.
મેક્રોનનો જડબાતોડ જવાબ
મેક્રોને ટ્રમ્પની આ ટિપ્પણીને અશોભનીય ગણાવી છે.કહ્યું રાષ્ટ્રપતિમાં એક વિનમ્રતા હોવી જોઈએ.બોલવાનું ભાન હોવું જોઈએ એ શું બોલે છે. તેમણે ગંભીર બનવું પડશે.જ્યારે તમે ગંભીર બનવા માંગતા હોવ,ત્યારે તમે દરરોજ તે વાતથી બિલકુલ વિરુદ્ધ ન બોલી શકો. ટ્રમ્પના શબ્દો કોઈપણ રાષ્ટ્રપતિને શોભતા નથી."
યુદ્ધમાં ફ્રાન્સનો સહયોગ નથી
ગત વર્ષે ફ્રાન્સે ઈરાન પરના હુમલામાં સમર્થન આપ્યું હતું,પરંતુ આ વખતે મેક્રોન સાવચેતી વર્તી રહ્યા છે.ફ્રાન્સનું માનવું છે કે વર્તમાન સૈન્ય અભિયાનની ન તો કોઈ સ્પષ્ટ વ્યૂહરચના છે,ન તો તેનું પરિણામ શું આવશે તેની ખાતરી છે.મોટા પાયે થઈ રહેલા આ હુમલાઓથી પ્રાદેશિક અસ્થિરતા વધવાની ભીતિ ફ્રાન્સને છે.ફ્રાન્સે સ્પષ્ટ કર્યું છે કે તે સીધા હુમલામાં જોડાશે નહીં. જોકે ફ્રાન્સે ખાડી દેશોમાં પોતાના સૈનિકો મોકલ્યા છે.ફ્રાન્સે પોતાના આરબ સહયોગીઓની સુરક્ષા માટે વિમાન અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે.
હોર્મુઝ જળમાર્ગ પર વિવાદ
અમેરિકા ઈચ્છતું હતું કે ફ્રાન્સના જહાજો હોર્મુઝ સામુદ્રમાંથી પસાર કરવામાં મદદ કરે.જેથી તેલનો પુરવઠો ચાલુ રહે અને ઈરાન પર દબાણ બનાવી શકાય.પરંતુ મેક્રોને આમાં મદદ કરવાની ના પાડી દીધી છે. ફ્રાન્સે એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે જ્યારે લડાઈ ચરમસીમા પર પહોંચી જાય અને ત્યારબાદ સુરક્ષાની જરૂર હોય, ત્યારે તે પોતાના જહાજો મોકલશે. વ્હાઇટ હાઉસે ફ્રાન્સના આ પ્રસ્તાવની મજાક ઉડાવી હતી.
ફ્રાન્સનું વલણ અત્યારે 'સાવચેતી સાથેનું સંતુલન' જાળવવાનું છે. મેક્રોન નથી ઈચ્છતા કે ફ્રાન્સ અમેરિકાના દરેક આક્રમક નિર્ણયમાં આંધળું અનુકરણ કરે.બીજી તરફ ટ્રમ્પની વ્યક્તિગત ટિપ્પણીઓએ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ વધારી દીધો છે. મેક્રોનનો સંદેશ સ્પષ્ટ છે છએ કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ પર વાત કરતી વખતે મજાક અને અસ્થિર નિવેદનોને કોઈ સ્થાન નથી.
આ પણ વાંચો : Iran War હોર્મુઝની નાકાબંધીથી ગ્રીસ, UAE અને ચીનને સૌથી વધુ ફટકો, ભારતની પણ વધી ચિંતા