ઇટાલીમાં યોજાયેલી જી-7 (G7) સમિટ આ દિવસોમાં માત્ર ગંભીર વૈશ્વિક મુદ્દાઓ માટે જ નહીં, પરંતુ રાજદ્વારીઓ વચ્ચેની હળવી અને અજીબ ક્ષણોના કારણે પણ સોશિયલ મીડિયા પર સતત હેડલાઇન્સમાં છે. પીએમ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ હવે ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીનો એક વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઝેલેન્સકી દ્વારા કરવામાં આવેલા સ્વાગત પર જોર્જિયા મેલોની જે અજીબ અને અસહજ (Awkward) રિએક્શન આપતા દેખાય છે, તેને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે.


શું છે વાયરલ વીડિયોમાં?

G7 સમિટના મંચ પર જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી પહોંચ્યા, ત્યારે યજમાન તરીકે ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ મંચ પર તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓ રાજદ્વારી શિષ્ટાચાર મુજબ એકબીજાને ગળે મળ્યા હતા અને ગાલ પર કિસ કરીને પરંપરાગત શૈલીમાં અભિવાદન કર્યું હતું. જો કે, જેવી આ મુલાકાત પૂરી થઈ, તેના તરત જ બાદ જોર્જિયા મેલોનીના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેઓ થોડા અસહજ દેખાયા અને તેમણે પોતાના કપડાં ઠીક કરતા એક અજીબ રિએક્શન આપ્યું હતું.

સોશિયલ મીડિયા પર યૂઝર્સની કમેન્ટ્સ

આ નાનકડી ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ગઈ છે. ઘણા યૂઝર્સનું કહેવું છે કે ઝેલેન્સકીની આ શૈલીથી મેલોની કમ્ફર્ટેબલ ન હતા અને એટલે જ તેમના ચહેરા પર અણગમો સ્પષ્ટ દેખાતો હતો. જ્યારે કેટલાક યૂઝર્સે પીએમ મોદી સાથે મેલોનીની ખુશખુશાલ મુલાકાતની તુલના આ વીડિયો સાથે કરીને રમૂજી મીમ્સ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે.


યુદ્ધ વચ્ચે રાજદ્વારી મહત્વ

જો કે, આ હળવી અને સોશિયલ મીડિયા ચર્ચાઓથી અલગ, આ બેઠક યુક્રેન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે G7 દેશોએ યુક્રેનને આર્થિક અને સૈન્ય મદદ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. રશિયાની ફ્રીઝ કરાયેલી સંપત્તિના વ્યાજમાંથી યુક્રેનને 50 અબજ ડોલરની લોન આપવાની મંજૂરી પણ આ સમિટમાં આપવામાં આવી છે, જેના માટે ઝેલેન્સકીએ ઇટાલી અને જોર્જિયા મેલોનીનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Royal Schooling:20 વડા પ્રધાન આપનાર વિશ્વની સૌથી VIP સ્કૂલમાં અભ્યાસ કરશે પ્રિન્સ જ્યોર્જ

  • Follow us on: