પેરૂમાં Gen-Z યુવાનોએ રાષ્ટ્રપતિના રાજીનામાંની માગને લઇને રસ્તાઓ પર હિંસક વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે,જેમાં એકનુ મોત નીપજ્યુ છે અને આશરે 100 લોકો ઘાયલ થયા છે. પ્રદર્શન પેન્શન અને વેતન વધારવા માટેની માગથી શરૂ થઇને સરકાર ભ્રષ્ટાચાર અને અપરાધના વિરોધમાં બદલાઇ ગયા છે.


Gen-Z રાષ્ટ્રપતિના રાજીનામાને લઇને રસ્તાઓ પર ઉતર્યા

નેપાળ બાદ હવે સાઉથ અમેરિકામાં સ્થિત દેશ પેરૂમાં પણ Gen-Zનુ આંદોલન ભડકી ગયુ છે. Gen-Z રાષ્ટ્રપતિના રાજીનામાને લઇને રસ્તાઓ પર ઉતર્યા છે. આ દરમિયાન જોરદાર હિંસા થઇ રહી છે. પ્રદર્શન દરમિયાન એક પ્રદર્શનકારીનુ મોત થયુ અને આશરે 100 લોકો ઘાયલ થયા. પ્રદર્શન દરમિયાન 32 વર્ષથી હિપ-હોપ સિંગર એડુઆડો રૂઝને ગોળી મારી. જેની તપાસ હાલ ચાલી રહી છે. પ્રદર્શન વધુ હિંસક બન્યુ છે. જેમાં પોલીસ અને પત્રકારો પણ ઘાયલ થયા છે.

સાંસદોએ રાજીનામાની માગ કરી

જેરીએ સંસદની મુલાકાત બાદ કહ્યુ કે તેમનુ કામ દેશની સ્થિરતા બનાવી રાખવાની છે અને તેઓ ગુના સામે લડવા માટે વધારાના દળોની માંગ કરશે. પેન્શન અને પગાર વધારાની માંગણી સાથે એક મહિના પહેલા શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો સરકાર પ્રત્યે અસંતોષ, ભ્રષ્ટાચાર અને વધતા ગુનામાં પરિણમ્યા છે.નવા રાષ્ટ્રપતિ બન્યા બાદ સમર્થકોને તેમની પાર્ટી અને અન્ય સાંસદોએ રાજીનામાની માગ કરી છે.

ભ્રષ્ટાચાર અને રક્તપાત સામે પ્રદર્શન કારીઓએ અવાજ ઉઠાવ્યો

પેરૂનાં આ પ્રદર્શન વૈશ્વિક ટ્રેડનો ભાગ છે, જ્યાં યુવાનોમાં સરકાર વિરૂદ્ધ ગુસ્સો અને પાછલી પેઢીથી નારાજગી વધી રહી છે. યુવા સોશિયલ મીડિયા જેવા TikTokથી પ્રેરિત થઇને આ આંદોલનમા સામેલ થઇ રહ્યા છે. જબરદસ્ત હિંસા અને સરકારી દબાવ વચ્ચે પ્રદર્શનકારી સત્તાએ દુરૂપયોગ, ભ્રષ્ટાચાર અને રક્તપાત સામે અવાજ ઉઠાવવો.


  • Follow us on: