અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે રવિવારે ઈરાન પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે અમેરિકા ઈરાનની સાથે યુદ્ધ કરી રહ્યું નથી પણ તેનું લક્ષ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખત્મ કરવાનું છે. તેમને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા આદેશ પર અમેરિકાએ જે હુમલો કર્યો છે, તેનાથી ઈરાનના પરમાણ કાર્યક્રમને ઘણા વર્ષો પાછળ ધકેલી દીધો છે.


ઈરાન સાથે લાંબા ગાળાના સમાધાન પર વાત થાય: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ

જેડી વાન્સે કહ્યું કે અમે ઈરાનની વિરૂદ્ધ યુદ્ધ કરી રહ્યા નથી. અમે ઈરાનના પરમાણુ કાર્યક્રમની વિરૂદ્ધ લડાઈ લડી રહ્યા છે. ઈરાનને હવે પરમાણુ હથિયાર વિકસિત કરવામાં ખુબ લાંબો સમય લાગી શકે છે. અમે ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છતા નથી. અમારૂ લક્ષ્ય માત્ર પરમાણુ કાર્યક્રમને ખત્મ કરવાનું છે. અમે ઈચ્છીએ છે કે આના પછી ઈરાન સાથે લાંબા ગાળાના સમાધાન પર વાત થાય. તેમને સ્પષ્ટ કર્યુ કે અમેરિકાનો જમીન પર સૈનિક મોકલવાનો કોઈ વિચાર નથી.

ઈરાન ઈમાનદારીથી વાતચીત કરી રહ્યું નહતું

અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ આરોપ લગાવ્યો કે ઈરાન ઈમાનદારીથી વાતચીત કરી રહ્યું નહતું, જેના કારણે અમેરિકાને સૈન્ય કાર્યવાહી કરવી પડી. બંને દેશોની વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈ વાતચીત ચાલી રહી હતી. બીજી તરફ ઘણા ડેમોક્રેટિક સાંસદોએ ટ્રમ્પની કાર્યવાહીને બંધારણની વિરૂદ્ધ ગણાવી છે અને કહ્યું કે માત્ર અમેરિકી કોંગ્રેસને યુદ્ધની પરવાનગી આપવાનો અધિકાર છે. તેના જવાબમાં વાન્સે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાસે અમેરિકી હિતોની રક્ષા અને સામૂહિક વિનાશના હથિયારોના પ્રસારને રોકવા માટે સ્પષ્ટ અધિકાર છે.  

  • Follow us on: