WHOના આંકડા જણાવે છે કે, બ્રેસ્ટ, લંગ, કોલન-રેક્ટમ, પ્રોસ્ટેટ અને સ્કિન કેન્સર વિશ્વમાં સૌથી સામાન્ય કેન્સર ગણવામાં આવે છે.
કેન્સરનો રોગ વિશ્વ માટે પડકાર
કેન્સરને વિશ્વની સૌથી ઘાતક બીમારી માનવામાં આવે છે. જો યોગ્ય સમયે કેન્સરની સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે. કેન્સરના વિવિધ પ્રકાર છે. અને તે શરીરના કોઇપણ ભાગમાં થઇ શકે છે. કેન્સર વિશ્વ માટે પડકાર બન્યો છે. WHO મુજબ, વર્ષ 2020માં દુનિયામાં કેન્સરથી 1 કરોડ લોકોના મોત થયા હતા. અને વર્ષ 2022માં 1 કરોડથી વધુ દર્દીઓએ પોતાનો જીવ કેન્સરના કારણે ગુમાવ્યો હતો. કેન્સરના દર્દીઓ વિશ્વમાં તેજ ગતિ સાથે વધી રહ્યા છે. વિશ્વમાં દર 6 દર્દીએ 1 દર્દીનું મોત કેન્સરના કારણે થાય છે.
કેન્સરના કેસમાં સતત વધારો
WHOની રિપોર્ટ મુજબ દુનિયાભરમાં સૌથી વધુ લોકો બ્રેસ્ટ કેન્સર, લંગ કેન્સર, કોલન અને રેક્ટમ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને સ્કિન કેન્સરના શિકાર થાય છે. આ સૌથી સામાન્ય કેન્સર માનવામાં આવે છે. વર્ષ 2020માં માત્ર બ્રેસ્ટ કેન્સરના 22.60 લાખ નવા કેસ સામે આવ્યા હતા. તો લંગ કેન્સરના 22 લાખ કેસ જોવા મળ્યા હતા. આ સિવાય કોલન-રેક્ટમ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને પેટનું કેન્સર પણ સતત વધી રહ્યુ છે.
લંગ કેન્સરનું જોખમ સૌથી વધુ
WHOના ડેટા મુજબ લંગ કેન્સર સૌથી વધુ જીવલેણ છે. વર્ષ 2020માં લગભગ 18 લાખ લોકોના જીવ કેન્સરના કારણે ગયા હતા. અને બાદમાં કોલન-રેક્ટમ, લિવર, પેટ અને બ્રેસ્ટ કેન્સરના કારણે દર્દીઓના મોતની સંખ્યા વધુ જોવા મળે છે. દરવર્ષે 4 લાખ બાળકો પણ કેન્સરના શિકાર બને છે. દરેક દેશમાં કેન્સરના વિવિધ પ્રકાર જોવા મળે છે. અમુક દેશોમાં સર્વાઇકલ કેન્સર સૌથી વધુ સામાન્ય છે.
કેન્સરના સૌથી મોટા રિસ્ક ફેક્ટર
WHOના જણાવ્યા મુજબ, કેન્સર થવા પાછળ કેટલાય ફેક્ટર જવાબદાર હોય છે. તંબાકુ, દારુ, અસ્વસ્થ ખાન-પાન, શારીરિક ગતિવિધિની કમી અને પ્રદૂષણ પણ કેન્સર માટે જવાબદાર છે. WHOના કહ્યા મુજબ, 30% કેન્સરું મોત આ રિસ્ક ફેક્ટરના કારણે થાય છે. બાદમાં HPV, હેપેટાઇટિસ-બી અને હેપેટાઇટિસ-સીનું સંક્રમણ પણ કેન્સર માટે જવાબદાર છે. ઉંમર વધવાની સાથે કેન્સરનો ખતરો પણ વધે છે. સમયની સાથે શરીરની ક્ષમતાઓ અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે. જેના કારણે વિવિધ બીમારી થવાનો ખતરો વધી જાય છે.
આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: હબીબા બેગમનો ચૂંટણી પ્રચાર અને તેમની ઉમેદવારી કેમ છે ચર્ચામાં?, જાણો
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.













