હોર્મુઝમાં વધતા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે. તાજેતરની ઘટનાઓ અનુસાર, ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા ફાયરિંગની માહિતી બાદ બે ભારતીય જહાજોએ પોતાનો રસ્તો બદલવો પડ્યો છે. આ ઘટનાએ વૈશ્વિક તેલ પરિવહન માર્ગોની સુરક્ષા અંગે ફરી ચિંતા વધારી છે. એક ભારતીય પર ફાયરિંગ થયું છે.
જહાજોમાં એક ભારતીય ધ્વજવાળું સુપર ટૅન્કર પણ સામેલ
મળતી માહિતી મુજબ આ જહાજોમાં એક ભારતીય ધ્વજવાળું સુપર ટૅન્કર પણ સામેલ છે, જે ઈરાકી તેલના લગભગ 20 લાખ બેરલ લઈને આગળ વધી રહ્યું હતું. આ ટૅન્કર વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ તેલ પરિવહન માર્ગમાંથી પસાર થઈ રહ્યું હતું. બીજી તરફ, બ્રિટિશ મરીટાઈમ સિક્યુરિટી એજન્સી અને યુકે મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડની બે ગનબોટ્સે હોર્મુઝ જલડમરૂધ્રથી પસાર થતા એક અન્ય ટૅન્કર પર ગોળીબાર કર્યો હતો.













