તેલ-ગેસની 50 ટકા સપ્લાઇ આ માર્ગથી વિશ્વભરમાં કરવામાં આવે છે.

માર્ગ બ્લોક થતા વિશ્વ પર અસર

એક તરફ અમેરિકા અને તેહરાનની વચ્ચે યુદ્ધવિરામ પર કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. તો બીજી તરફ, યુદ્ધમાં હૂતીની એન્ટ્રી થઇ છે. યમનની રાજધાની સનાથી હૂતી વિદ્રોહીઓએ ઇઝરાયલ સામે બે મિસાઇલ લગાવી છે. હૂતીની આ દખલઅંદાજીથી તેલ વેપારના બે સમુદ્રી માર્ગો પર પણ ખતરો ઉભો થયો છે. તેમાંથી એક છે બાબ-અલ-મંડેબ અને બીજા માર્ગ છે સ્વેઝ નહેર. પહેલાથી જંગના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક છે. અને બાબ અલ મંડેબ અને સ્વેઝ નહેરનો માર્ગ બ્લોક થાય તો વિશ્વ પર તેની અસર જોવા મળી શકે છે.

એકસાથે ત્રણ માર્ગ થઇ શકે છે બંધ

મિડિલ ઇસ્ટમાં વેપાર કરવા માટે આ ત્રણ માર્ગો મુખ્ય છે. હોર્મુઝ, બાબ-અલ-મંડેબ અને સ્વેઝ નહેર. ઇરાનના સમર્થનમાં હૂતી વિદ્રોહીના પ્રવેશ કરવાના કારણે ત્રણ માર્ગો પર ખતરો વધી રહ્યો છે.

કેમ છે વિશેષ મહત્ત્વ ?

1. હોર્મુઝ જળડમરુમધ્ય ફારસની ખાડી અને ઓમાનની ખાડીની વચ્ચે સ્થિત છે. અહીંથી દુનિયામાં 20 ટકા વધુ તેલ અને ગેસની સપ્લાઇ થાય છે. હોર્મુઝના માર્ગથી એશિયા, યુરોપ અને આફ્રીકામાં તેલ અને ગેસની સપ્લાઇ કરવામાં આવે છે.

2. બાબ-અલ-મંડેબ લાલ સાગરના એક કિનારે સ્થિત છે. આ યમનના કિનારે છે અને આ ક્ષેત્ર પર હૂતી વિદ્રોહીઓનું નિયંત્રણ માનવામાં આવે છે. બાબ-અલ-મંડેબથી થઇને વિશ્વનું લગભગ 10 ટકા તેલ અને ગેસ સપ્લાઇ કરવામાં આવે છે.

3. 193 કિમી લાંબી સ્વેઝ નહેર લાલ સાગર અને ભૂમધ્ય સાગર સાથે જોડે છે. જેના દ્વારા યૂરોપ અને એશિયામાં તેલ-ગેસ સાથે-સાથે અન્ય ઇલેક્ટ્રોનિક સામાનોની સપ્લાઇ કરવામાં આવે છે.

હૂતી પાસે મિસાઇલોનો જથ્થો

હૂતી વિદ્રોહ પાસે આ સમયે પૂરતા પ્રમાણમાં યુદ્ધનો સામાન છે. યમનની રાજધાની સના પર આ વિદ્રોહીઓનું નિયંત્રણ છે. આ વિદ્રોહ લાલ સાગરને અસ્ત-વ્યસ્ત કરવામાં સક્ષમ છે 2024-25માં આ વિદ્રોહીઓ વિરુદ્ધ અમેરિકાએ એક ઓપરેશનની શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમેરિકાએ હાર માની હતી. હૂતીયો પાસે મિસાઇલોનો જથ્થો છે. આ વિદ્રોહીઓએ યુદ્ધ માટે શોર્ટ અને લોન્ગ રેન્જની મિસાઇલનું નિર્માણ જાતે કર્યુ છે.

આ પણ વાંચોઃ Middle East Conflict: ઇરાકના મોહમ્મદ અલા એરબેઝ પર રોકેટથી હુમલો, એયરક્રાફટને ભારે નુકસાન