વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભું હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) માં ઈરાની નૌકાઓને નિશાન બનાવવાનો સખત આદેશ આપીને ખળભળાટ મચાવી દીધો છે. આ આદેશ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે.


ટ્રમ્પનો 'શૂટ ઓન સાઈટ' ઓર્ડર

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના તેલ પુરવઠા માટેનો સૌથી મહત્વનો જળમાર્ગ છે. ઈરાન અહીં દરિયાઈ સુરંગો (Mines) બિછાવીને વૈશ્વિક ઓઈલ સપ્લાય ખોરવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના અહેવાલો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકી નૌસેનાને કહ્યું છે કે, જો કોઈ પણ ઈરાની બોટ માઈન્સ બિછાવતી જોવા મળે, તો તેને તુરંત ઠાર કરવામાં આવે. અમેરિકાએ આ વિસ્તારમાં પોતાના અત્યાધુનિક જહાજો તૈનાત કરી દીધા છે.

અમેરિકાનો બેવડો પ્લાન

અમેરિકા હાલમાં બે રણનીતિ પર કામ કરી રહ્યું છે. પ્રથમ, નવી માઈન્સ બિછાવતી ઈરાની બોટોને અટકાવવી અને બીજું, જે માઈન્સ પહેલેથી બિછાવવામાં આવી છે તેને શોધીને નષ્ટ કરવી. આ કામ માટે અમેરિકા જાપાન જેવા તેના સાથી દેશો પાસેથી 'માઈન્સ સ્વીપર' જહાજોની મદદ લઈ રહ્યું છે.

ઈઝરાયેલની તૈયારી અને પેન્ટાગોનનું વલણ

બીજી તરફ, ઈઝરાયેલ પણ ઈરાન પર મોટા હુમલાની ફિરાકમાં છે અને માત્ર અમેરિકાના 'ગ્રીન સિગ્નલ'ની રાહ જોઈ રહ્યું છે. જો યુદ્ધ શરૂ થશે, તો ઈરાનના ઉર્જા માળખાને મોટું નુકસાન થઈ શકે છે. પેન્ટાગોન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અમેરિકાની પરવાનગી વગર હોર્મુઝમાંથી કોઈ પણ ઈરાની જહાજ પસાર થઈ શકશે નહીં. હવે જોવાનું એ રહેશે કે ઈરાન આ દબાણ સામે ઝૂકે છે કે પછી દુનિયા એક ભયાનક મહાયુદ્ધ તરફ ધકેલાય છે.

આ પણ વાંચો:Pakistan mediation:ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત નહીં,ઈરાનનો સ્પષ્ટ ઈનકાર


  • Follow us on: