પાકિસ્તાનનો ભારત વિરોધી ચહેરો અને સદંતર જૂઠું બોલવાની આદત ફરી એકવાર વૈશ્વિક સ્તરે ખુલ્લી પડી ગઈ છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એક કાર્યક્રમમાં સનસનાટીભર્યો પરંતુ તદ્દન પાયાવિહોણો દાવો કર્યો છે કે, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાને ભારતના ૮ ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા અને ભારતના વડાપ્રધાનના સત્તાવાર આવાસ પર ડ્રોન પણ ઉડાવ્યા હતા. પોતાના સૈન્ય અપમાનને છુપાવવા માટે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલો આ એક અત્યંત હાસ્યાસ્પદ અને કાલ્પનિક જીત ગઢવાનો હીન પ્રયાસ છે.
શું છે વાસ્તવિક હકીકત?
સંઘર્ષના વાસ્તવિક તથ્યો પાકિસ્તાનના દાવાઓથી તદ્દન વિપરીત છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રને ધ્વસ્ત કરી નાખ્યું હતું અને પાકિસ્તાની સરહદમાં ઘૂસીને ૯ આતંકી ઠેકાણાઓ તેમજ નૂર ખાન એરબેઝ સહિત કુલ ૧૧ સૈન્ય મથકો પર જોરદાર હુમલા કર્યા હતા. જ્યારે ભારતે માત્ર ૩૬ કલાકમાં ૮૦ થી વધુ ડ્રોન છોડ્યા હતા, ત્યારે પાકિસ્તાનના પોતાના સૈન્ય સચિવ જીવ બચાવવા માટે ભૂગર્ભ બંકરોમાં આશરો લેવા વિનંતીઓ કરી રહ્યા હતા.
