ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામીનેઈની અંતિમ યાત્રામાં માત્ર આંસુ નહોતા, પરંતુ અમેરિકા અને ઈઝરાયેલ પ્રત્યે ભારે આક્રોશ અને પ્રચંડ પ્રતિશોધનો સંકલ્પ હતો. તેહરાનની સડકો પર ઉમટેલો 2 કરોડથી વધુ લોકોનો જનસૈલાબ સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે ઈરાન હવે ચૂપ બેસવાનું નથી. લોકોના હાથમાં લહેરાતા લાલ ઝંડા એ વાતની ખુલ્લી જાહેરાત છે કે ખામીનેઈની હત્યાનો બદલો લોહીથી લેવામાં આવશે. રસ્તાઓ પર ગુંજતા 'ડેથ ટુ અમેરિકા'ના નારા એક નવા વૈશ્વિક યુદ્ધની ભયાનક આહટ સમાન છે.

ટ્રમ્પનો ભ્રમ તૂટ્યો, આખું ઈરાન એક થયું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ઈરાનને 'ધૂળ ચટાડી' દીધી છે અને ખામીનેઈના અંતિમ સંસ્કાર માટે ઈરાનને એક અઠવાડિયાની મહોલત આપી છે. ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ એમ વિચારી રહ્યા હતા કે સર્વોચ્ચ નેતાના મોતના પગલે ઈરાનમાં બળવો થશે અને સત્તા પરિવર્તન આવશે. પરંતુ ખામનેઈની મોતે વિભાજિત ઈરાનને એક તાંતણે બાંધી દીધું છે. સૈનિકો, મહિલાઓ અને બાળકો કસમ ખાઈ રહ્યા છે કે તેઓ પોતાના નેતાના સપનાને પૂરા કરવા માટે જીવની બાજી લગાવી દેશે.

ઈરાન કેમ કરી શકે છે યુદ્ધની જાહેરાત?

મુત્સદ્દીગીરીના ગલિયારાઓમાં ચર્ચા છે કે અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈરાન સત્તાવાર રીતે યુદ્ધનું એલાન કરી શકે છે. આ આક્રોશ પાછળ 7 મુખ્ય કારણો જવાબદાર માનવામાં આવે છે:

૧. સુપ્રીમ લીડર ખામીનેઈની હત્યાનો બદલો.

૨. ભગદડ અને ગરમીમાં 3,000થી વધુ નાગરિકોના મોતનો ગુસ્સો.

૩. ઈરાન પર લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો.

૪. ઈરાનના યુરેનિયમ સંવર્ધન પ્રોગ્રામ પર મુકાયેલી રોક.

૫. દેશના મિસાઈલ પ્રોગ્રામને અટકાવવાના પશ્ચિમી દેશોના પ્રયાસો.

૬. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર અમેરિકાના કબજાની કોશિશ.

૭. ઈરાનના એનર્જી સેક્ટર પર સતત થઈ રહેલા હુમલા.

9  જુલાઈએ થશે સુપુર્દ-એ-ખાક

ખામીનેઈનો પાર્થિવ દેહ તેહરાનના ગ્રાન્ડ મુસલ્લાથી લઈને હુસૈન સ્ક્વેર અને આઝાદી સ્ક્વેર સુધી લઈ જવામાં આવ્યો હતો. ૭ જુલાઈએ પવિત્ર શહેર કુમમાં શોક સભા યોજાશે, ત્યારબાદ 8 જુલાઈએ ઈરાકના નજફ અને કરબલામાં શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે. આખરે, 9 જુલાઈએ મશહદમાં ઈમામ રઝા દરગાહ ખાતે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

ઈરાનમાં અત્યાર સુધી અમેરિકા સાથેના શાંતિ કરાર અંગે બે જૂથો હતા, પરંતુ હવે આખો દેશ એક થઈ ગયો છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ફારસના ગૌરવને કચડવાનો પ્રયાસ થયો છે, ત્યારે ત્યાંથી તબાહીનો નવો ઇતિહાસ લખાયો છે. હવે જોવાનું એ રહેશે કે આ યુદ્ધવિરામ કેટલા દિવસ ટકે છે.

આ પણ વાંચો:Iran: ખામનેઈની અંતિમયાત્રામાં 3,000 લોકોના મોત, સરકારે પહેલાથી જ કેમ ખોદી રાખી હજારો કબરો?