ઇમરાન ખાનની જેલમાં તબિયત લથડી રહી છે. જેના કારણે દેશ-વિદેશમાં રહેતા તેમના સમર્થકોએ રેલી કાઢી સારવાર માટે માગ કરી હતી.

ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા

પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ અને ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન માટે ક્રિકેટ ટીમના વિવિધ 14 કપ્તાનોએ પાકિસ્તાન સરકારને ચિઠ્ઠી લખી છે. અને તેમના યોગ્ય સારવાર માટે અપીલ કરી છે. ઇમરાન ખાને તેમના જમણી આંખની 85 ટકા રોશની ગુમાવી છે. તેઓ હાલ રાવલપિડીંની અદિયાલા જેલમાં કેદ છે. અને તબીબી પરિક્ષણ હેઠળ તેમનો રિપોર્ટ તૈયાર કરાયો છે. ઇમરાન ખાનના પરિવાર અને સમર્થકોએ જેલ બહાર અને સંસદમાં તેમને યોગ્ય સુવિધા મળે તે માટે હોબાળો મચાવ્યો હતો.

ભૂતપૂર્વ કપ્તાનોએ ઇમેલમાં શું લખ્યુ ?

ભૂતપૂર્વ કપ્તાનોએ પાકિસ્તાન સરકાર સામે ઇમરાન ખાનને જેલમાં માનવીય વર્તન અને પુરતુ સુવિધા આપવા માટે અપીલ કરી છે. ઇમરાન ખાન પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ હોવાની સાથે ક્રિક્રેટના ભૂતપૂર્વ કપ્તાન પણ રહી ચુક્યા છે. ભૂતપૂર્વ કપ્તાનોએ જણાવ્યુ છે કે, 1992માં ઇમરાન ખાનના નેતૃત્ત્વમાં પાકિસ્તાને વર્લ્ડ કપ જીત્યો હતો. અને તેઓએ પાકિસ્તાન ક્રિકેટને આગળ વધારવા માટે મોટુ યોગદાન આપ્યુ છે. પરંતુ હાલની તેમની જેલમાં કથળી સ્થિતિ જોઇને તેમની સાથે માનવીય વર્તન કરાય તેમ ભૂતપૂર્વ કપ્તાનોએ જણાવ્યુ છે.

ઇમરાન ખાન માટે કપ્તાનોની 3 માગ

સુનીલ ગવાસ્કર, કપિલ દેવ સહિત કુલ 14 ભૂતપૂર્વ કપ્તાન ઇમરાન ખાન માટે 3 માગ મુકી રહ્યા છે.

પ્રથમ માગ- ઇમરાન ખાનને તુરંત યોગ્ય અને સારી સારવાર આપવામાં આવે. અને તેમના નિષ્ણાંત તબીબ હેઠળ સારવાર કરાય.

બીજી માગ- ઇમરાન ખાનને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ જેલમાં માનવીય અને ગરીમાપૂર્વક કેદ કરાય અને પરિવાર સાથે સંપર્ક કરવામાં આવે.

ત્રીજી માગ- ઇમરાન ખાનને પારદર્શક અને નિષ્પક્ષતાની સાથે કાયદાકીય લડત લડી શકે તે માટે તક આપવામાં આવે.

ઇમરાન ખાન માટે કપિલ દેવ અને સુનીલ ગવાસ્કાર સહિત માઇકલ એથર્ટન, એલન બોર્ડર, માઇકલ બેયરલી, ગ્રેગ ચૈપલ, ઇયાન ચૈપલ, બેલિંડા ક્લાર્ક, કિમ હ્યુઝ, નાસિર હુસૈન, ક્લાઇવ લોયડ અને સ્ટીવ વો પણ આગળ આવ્યા છે.

આ પણ વાંચોઃ Tehran નામથી ટીવી સીરીઝ બનાવનાર Israelના નિર્માતાનો હોટલમાંથી મળ્યો મૃતદેહ, પોલીસ તપાસ શરુ