પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના વડા ઇમરાન ખાનને ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલથી પાછા અદિયાલા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. મધ્યરાત્રિની આસપાસ તેમને કડક સુરક્ષા વચ્ચે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

6 નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા સ્વાસ્થ્ય ચકાસ્યું

6 નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા ઇમરાન ખાનની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ, હોસ્પિટલમાં વધુ રોકાવવાની જરૂર ન જણાતા તેમને તાત્કાલિક કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ સીધા તેમના સેલમાં પરત ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના દરમિયાન જેલ પરિસરમાં અને હોસ્પિટલ બહાર ભારે પોલીસ અને સુરક્ષા દળો તૈનાત જોવા મળ્યા હતા.
https://twitter.com/Worldsource24/status/2090537913498869962

ઇમરાન ખાનને મોકલી શકે છે વિદેશ

આ કાયદાકીય અને રાજકીય ઘટનાક્રમ વચ્ચે, સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર કાર્યાલયે ઇમરાન ખાનને હોસ્પિટલમાં મોકલવાના નિર્ણય સામે સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી કેટલાક વાંધાઓ સાથે પરત કરી દીધી છે, જેને સરકાર સુધારા સાથે ફરી ફાઇલ કરી શકે છે. બીજી બાજુ, ફેડરલ મંત્રી તારિક ફઝલ ચૌધરીએ સંકેત આપ્યો છે કે ઇમરાન ખાનને વિદેશ મોકલવાની શક્યતા પર પણ વિચારણા થઈ શકે છે, જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર અને આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.
https://twitter.com/shivank_8mishra/status/2090481336096358752

આ પણ વાંચોઃ Peru માં 6.7ની તીવ્રતાનો ભૂકંપ, 2 લોકો ઘાયલ, અનેક ઇમારતોને નુકસાન, VIDE