ગુરુવારે પેરુના દક્ષિણ એન્ડીઝ પર્વતીય પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 6.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે મુજબ, આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગ્યાની આસપાસ નોંધાયો હતો. તેનું કેન્દ્ર અયાકુચો પ્રદેશના પેરિનાકોચાસ પ્રાંતમાં આવેલા ઉપાહુઆચો શહેરથી ઉત્તરપશ્ચિમમાં 38 કિલોમીટર દૂર, જમીનથી 66.7 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપમાં 2 લોકો ઘાયલ થયા છે.
https://twitter.com/Trumperizar/status/2090534436224057706
6.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
ભૂકંપના આંચકા ઇકા અને અરેક્વિપા સહિત પેરુના અનેક દક્ષિણ ભાગોમાં અનુભવાયા હતા, જેના કારણે ઇમારતો ધ્રૂજી ઉઠતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેના વીડિયો પણ સામે આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે ભૂકંપનું કેન્દ્ર વધુ ઊંડાઈ હોવાને કારણે કોઈ મોટી જાનહાનિ કે વ્યાપક વિનાશના અહેવાલ નથી. પ્રાથમિક અહેવાલો મુજબ બે લોકો સામાન્ય ઘાયલ થયા છે અને કેટલીક શાળાઓ, ઘરો તથા હોસ્પિટલોને આશરે નુકસાન પહોંચ્યું છે. સત્તાવાર અધિકારીઓએ સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી.
https://twitter.com/JeanSuriel/status/2090578936560230816
