દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે.

તણાવ વચ્ચે સારા સમાચાર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે બધી વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. જે લગભગ બે મહિનાથી સ્થગિત કરાઇ હતી. તારિક રહેમાન બાંગ્લાદેશના પીએમ બન્યા પછી તરત જ આ પગલું લેવામાં આવ્યું હતુ. ભારત વિરોધી વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યા અને ત્યારબાદ થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા.

વિઝા સેવાઓ પુનઃસ્થાપિત

માત્ર એક દિવસ પહેલા વરિષ્ઠ ભારતીય કોન્સ્યુલેટ અધિકારીએ કહ્યું હતું કે, નવી દિલ્હી પણ ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં બધી વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવને પગલે ડિસેમ્બરમાં કોન્સ્યુલર અને વિઝા સેવાઓ સ્થગિત કરાઇ હતી. ભારત વિરોધી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ આ તણાવ વધ્યો હતો. હાદીના મૃત્યુથી બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા. ઘણા હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને લિંચિંગની ઘટનાઓ નોંધાઈ હતી, જેનાથી રાજદ્વારી તણાવ વધુ વધ્યો હતો.

ભારતીય વિઝા સેવા ફરીથી થઇ શકે છે શરુ

સિલહટમાં ભારતના વરિષ્ઠ કોન્સ્યુલર અધિકારી અનિરુદ્ધ દાસે બાંગ્લાદેશી મીડિયાને જણાવ્યું હતું કે બાંગ્લાદેશી નાગરિકો માટે બધી વિઝા સેવાઓ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં મેડિકલ અને ડબલ-એન્ટ્રી વિઝા જાહેર કરાઇ છે. જ્યારે ટ્રાવેલ વિઝા સહિત અન્ય શ્રેણીઓ ટૂંક સમયમાં ફરી શરૂ થશે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ પ્રકારના ભારતીય વિઝા ટૂંક સમયમાં સામાન્ય રીતે જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ભારત પ્રવાસે આવી શકે છે Americaના રાષ્ટ્રપતિ Donald Trump, રાજદૂત Sergio Gorએ આપી માહિતી