વેનેઝુએલામાં નવા વર્ષના બીજા દિવસે સર્જાયેલી રાજકીય અને સૈન્ય ઘટનાએ વૈશ્વિક સ્તરે ચિંતા ફેલાવી છે. અમેરિકાની કાર્યવાહી બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ થતાં ત્યાંની પરિસ્થિતિ રાતોરાત બદલાઈ ગઈ. આ ઘટનાને લઈને ભારતે પણ સત્તાવાર રીતે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
ભારતનું મહત્વપૂર્ણ નિવેદન
ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લક્ઝમબર્ગની મુલાકાત દરમિયાન આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભારત વેનેઝુએલાની વર્તમાન પરિસ્થિતિને લઈને ગંભીર રીતે ચિંતિત છે અને તમામ પક્ષોને સંવાદ અને ચર્ચા દ્વારા ઉકેલ લાવવા અપીલ કરે છે. જયશંકરે ખાસ કરીને વેનેઝુએલાના સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સ્થિરતા પર ભાર મૂક્યો હતો.













