પશ્ચિમ એશિયા (West Asia) માં વધી રહેલા સૈન્ય તણાવ અને સુરક્ષાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના વિદેશ મંત્રાલય તથા તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા તમામ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સલાહ (Travel Advisory) જાહેર કરવામાં આવી છે.

પ્રવાસ ટાળવા અને સાવચેતી રાખવા સૂચના

ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-જરુરી યાત્રા ટાળવા કડક વિનંતી કરી છે.ભારતમાં રહેતા નાગરિકોને હાલ પુરતો ઈરાનનો પ્રવાસ મુલતવી રાખવા જણાવવામાં આવ્યું છે. જે ભારતીયો પહેલેથી જ ઈરાનમાં વસવાટ કરી રહ્યા છે અથવા કામે ગયા છે, તેમને અત્યંત સાવધાની વર્તવા, સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવા અને સતત આસપાસની પરિસ્થિતિ પર નજર રાખવા સલાહ આપવામાં આવી છે.

દૂતાવાસના સંપર્કમાં રહેવું:

ત્યાં રહેતા નાગરિકોને સ્થાનિક સત્તાવાળાઓના નિયમોનું પાલન કરવા અને ભારતીય દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી સતત અપડેટ્સ મેળવતા રહેવા જણાવાયું છે. Emergency હેલ્પલાઇન નંબર અને ઈમેલ દ્વારા દૂતાવાસના સતત સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: US Iran Conflict: અમેરિકાએ ઈરાન પર સતત 10મી રાત્રે કર્યો હુમલા, વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર