મધ્ય પૂર્વ (Middle East) માં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને ફરીથી ખોલવાના પ્રયાસમાં અમેરિકી સેનાએ ઈરાન પર સતત 10મી રાત્રે હવાઈ હુમલા કર્યા છે. ઈરાન દ્વારા અમેરિકાના સહયોગી દેશો કુવૈત, જોર્ડન અને બહેરીન પર હુમલા કર્યા બાદ અને વધુ એક યુએસ સૈનિકના મોત પછી અમેરિકાએ આ આક્રમક વળતો પ્રહાર કર્યો છે.

અમેરિકી સેનાનો ઈરાની સૈન્ય સ્થળો પર પ્રહાર

યુએસ સ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, આ હવાઈ હુમલાઓમાં ઈરાનના મિલિટ્રી કમાન્ડ સેન્ટર, એર ડિફેન્સ, કોસ્ટલ સર્વેલન્સ સાઇટ્સ, મિસાઇલ અને ડ્રોન લોંચ સાઇટ્સ તેમજ કમ્યુનિકેશન નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ હોર્મુઝમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાની ઈરાનની ક્ષમતાને નાબૂદ કરવાનો છે.બીજી તરફ, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, ઉત્તર-પશ્ચિમ શહેર તબરીઝ નજીક અમેરિકી હુમલામાં ઓછામાં ઓછું એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત અરેબિયન સાગર અને ઓમાનના કિનારા નજીક પણ જહાજો પર હુમલા અને આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે.

તેલના ભાવ વધ્યા, વૈશ્વિક ઊર્જા સંકટ ઘેરાયું

ઓઈલના ભાવમાં ઉછાળો: બેન્ચમાર્ક બ્રિન્ટ ક્રૂડ તેલની કિંમત વધારો થઈને પ્રતિ બેરલ $88 ને પાર પહોંચી ગઈ છે.

અમેરિકામાં પેટ્રોલ મોંઘું: યુએસમાં ગેસોલિનની કિંમત સરેરાશ $4 પ્રતિ ગેલન થઈ ગઈ છે.

હૂથી બળવાખોરોની ધમકી: યમનના ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોએ લાલ સાગરમાં સાઉદી અરેબિયાના જહાજો પર નાકેબંધી કરવાની ધમકી આપી છે, જે તેલ નિકાસનો વૈકલ્પિક માર્ગ છે.

ટ્રમ્પની કડક ચેતવણી અને રાજદ્વારી પ્રયાસો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે, "જ્યારે પણ ઈરાન કોઈ અમેરિકી સૈનિકની હત્યા કરશે, તો તેણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે."જોકે, પૂર્ણ યુદ્ધની સ્થિતિ વચ્ચે કૂટનીતિની એક નવી આશા પણ જાગી છે. ઈરાનના ગૃહમંત્રી વાતચીત માટે પાકિસ્તાન પહોંચ્યા છે, જે આ સંઘર્ષમાં મધ્યસ્થી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

આ પણ વાંચો: Ukraineના ઓડેસા બંદર નજીક વેપારી જહાજ પર હુમલો, 4 ભારતીય નાગરિકોના મોત