ભારત-અમેરિકા વચ્ચે એક વખત ફરીથી ટ્રેડ ડી શરૂ થવા જઇ રહી છે જેને લઇને આજે નવી દિલ્હીમાં એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. મળતી જાણકારી અનુસાર, દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક અમેરિકી વેપાર પ્રતિનિધિ બ્રેંડન લિંચ મંગળવારે ભારત સાથે વેપાર વાર્તામાં અમેરિકી પ્રતિનિધિમંડળનુ નેતૃત્વ કરશે.


આજે થશે બંને દેશો વચ્ચે વાટાઘાટો

આપને જણાવી દઇએ કે બંને દેશો વચ્ચે સમજૂતી પર વાતચીત 27 ઓગસ્ટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર એકસ્ટ્રા 25 ટકા ટેરિફ લગાવ્યા બાદથી થંભી ગઇ હતી, પરંતુ છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત બાદ આ વાર્તામાં તેજી આવવાના સંકેત જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઇએ કે અમેરિકાના પ્રમુખ વાર્તાકાર બ્રેંડન લિંચ આ ડીલમાં જટિલ મુદ્દાઓ ઉકેલવા માટે ભારત આવ્યા છીએ.

બ્રેંડન લિંચ કોણ છે?

ભારત-અમેરિકા વેપાર કરારને આગળ વધારવા અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકા તરફથી મુખ્ય વાટાઘાટો કરનાર બ્રેંડન લિંચ ભારતમાં હાજર છે. તેઓ બંને દેશોની વચ્ચે થનારી બેઠકનું નેતૃત્વ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રેંડન લિંચે બોસ્ટન કોલેજમાંથી બી.એસ. (બેચલર ઓફ સાયન્સ) અને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમ.બી.એ.ની અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ સાથે લિંચને આર્થિક વિષયોમાં વિશેષતા પણ મેળવી છે.

લિંચના પર 15 દેશોની જવાબદારી

હાલમાં બ્રેંડન લિંચ દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકાના સહાયક વેપાર પ્રતિનિધિ તરીકે કાર્યરત છે અને તેમના પર આશરે 15 દેશોની યુ.એસ. ટ્રેડ પૉલિસી તથા તેનો અમલ કરવાની જવાબદારી છે. લિંચ યુ.એસ.-ઇન્ડિયા ટ્રેડ પૉલિસી ફોરમ પણ સંભાળે છે. બ્રેંડન લિંચ એવા સમયે ભારત આવ્યા છે જ્યારે વોશિંગ્ટન દ્વારા ભારતીય ઉત્પાદનો પર વધારાના 25% શુલ્ક લગાવવામાં આવ્યા છે અને કુલ શુલ્ક 50% સુધી વધી ગયો છે, જેના કારણે ભારતીય નિકાસ પર નકારાત્મક અસર થઈ છે અને દ્વિપક્ષીય વેપારમાં તણાવ વધ્યો છે.


  • Follow us on: