મધ્યપૂર્વ યુદ્ધ ભીષણ બનતાં પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. ઇઝરાયલ-ઇરાન અને અમેરિકાનું યુદ્ધ આકાશથી લઈને દરિયાના ઊંડાણમાં પ્રવેશ્યું છે. જેના કારણે દરિયાઈ માર્ગોમાં જોખમ વધતા ઉર્જા અને પુરવઠાનું સંકટ વૈશ્વિક સ્તરે વધ્યું. જયારે યુદ્ધની ભયંકર સ્થિતિ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી ભારતીય જહાજ સુરક્ષિત રીતે પસાર થતા લોકોને આશ્ચર્ય થયું છે. હોર્મુઝ સ્ટ્રેટ જોવા જોખમી વિસ્તારમાંથી ભારતીયો જહાજને લીલી ઝંડી કેવી રીતે મળી તેને લઈને વિદેશમંત્રી એસ.જયશંકરે સમગ્ર બાબતની હકીકત જણાવી.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર ભારતીય જહાજ, એસ.જયશંકરનો ખુલાસો
ઇરાન યુદ્ધે વૈશ્વિક સ્તરે ઈંધણ સંકટ ઉભું કર્યું છે. તેલ અને ગેસ જહાજો ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા છે. ભારતે ઇરાન સાથે સમગ્ર સ્થિતિ મામલે અનેક વખત વાટાઘાટ કરી. જેના પરિણામે ભારતીય જહાજો સરળતાથી હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે. બે ભારતીય ધ્વજવાળા ગેસ જહાજો, 'શિવાલિક' અને 'નંદા દેવી', હોર્મુઝથી રવાના થઈને ભારતીય દરિયાકાંઠે પહોંચવાના છે. શિવાલિક આજે મુન્દ્રા બંદર પર અને નંદા દેવી ટેન્કર કાલે કંડલા બંદર પર પહોંચશે. જ્યારે ઈરાન હોર્મુઝમાં ઈંધણ જહાજોને નિશાન બનાવી રહ્યું છે, ત્યારે આ ભારતીય ધ્વજવાળા જહાજો હોર્મુઝ સ્ટ્રેટ કેવી રીતે પાર કરી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પોતે પડદા પાછળની આખી વાર્તાનો ખુલાસો કર્યો છે.
વાતચીતથી શક્ય બન્યો જહાનો માર્ગ, એસ જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરના મતે, આ બધું ઈરાન અને ભારત વચ્ચેની વાતચીતનું પરિણામ છે. તેમણે કહ્યું કે આ વાતચીતના કેટલાક પરિણામો છે. તેહરાન સાથે સીધી વાતચીતની પ્રશંસા કરી, અને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ ફરી શરૂ કરવાનો આ સૌથી અસરકારક રસ્તો છે. એક મેગેઝિન સાથે વાતકરતાં વિદેશમંત્રીએ કહ્યું કે હું હાલમાં તેમની સાથે ચર્ચામાં વ્યસ્ત છું, અને મારી ચર્ચાઓના કેટલાક પરિણામો આવ્યા છે. આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.
દિલ્હી અને તેહરાન વચ્ચે વર્ષો જૂના સંબંધ
જો મને આનાથી પરિણામો મળી રહ્યા છે, તો દેખીતી રીતે હું તેના પર કામ કરવાનું ચાલુ રાખીશ. શું ઈરાનને ભારત તરફથી બદલામાં કંઈ મળ્યું? તેમણે ઈરાનને બદલામાં કંઈ મળ્યું હોવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે દિલ્હી અને તેહરાન વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. બંને વચ્ચે આદાન-પ્રદાનનો લાંબો ઇતિહાસ છે... અને મેં તેના આધારે તેમની સાથે વાત કરી. આ કોઈ આદાન-પ્રદાનનો મામલો નથી. ભારત અને ઈરાન વચ્ચે પરસ્પર સંબંધો છે.
પીએમ મોદીના પ્રયાસ બાદ મળી સફળતા
જયશંકરે વધુમાં કહ્યું કે "આ તો માત્ર શરૂઆત છે. આપણા ઘણા વધુ જહાજો પણ ત્યાં હાજર છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ વચ્ચે લાંબી ફોન વાતચીત બાદ ઈરાને "શિવાલિક" અને "નંદા દેવી" જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી. ભારતીય જહાજ હોમુર્ઝમાંથી સુરક્ષિત રીતે આવવા એક સ્વાગતપાત્ર પગલું છે, તો બીજી તરફ, વાતચીત પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આગામી સમયમાં વાતચીતથી સકારાત્મક પરિણામ જોઈ શકાશે.
આ પણ વાંચો : World War 3 : જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો કયો દેશ કોના સાથે હશે? શું નવો વર્લ્ડ ઓર્ડર દેખાવા લાગ્યો છે?